સામે છેડે માહી ભાઇ ઊભેલા હોય તો વધુ વિચારવાની જરૂર નથીઃ કેદાર જાધવ

570

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પહેલી વનડે મેચમાં કેદાર જાધવે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. જાધવે ૮૭ બોલમાં ૯ ફોર અને ૧ સિક્સરની મદદથી નોટઆઉટ ૮૧ રનની ઈનિંગ રમી તો તેણે ૭ ઓવરમાં ૩૧ રન આપીને ૧ વિકેટ પણ લીધી. કેદાર જાધવને સુંદર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. મેચ બાદ કેદાર જાધવે કહ્યું કે તે પોતાની બોલિંગ વિશે વધુ નથી વિચારતા, પરંતુ તેની મજા લે છે. તેણે કહ્યું કે, મારી બોલિંગની સૌથી સારી વાત એ છે કે હું તેના વિશે વધુ નથી વિચારતો.

મેચમાં કેદાર જાધવ અને મહેન્દ્રસિંહ ધોનીની વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ. તે વિશે જાધવે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં પણ અમે આવી જ પાર્ટનરશીપ કરી હતી. જ્યારે બીજા છેડે માહી ભાઈ ઊભેલા હોય છે તો વધુ વિચારવાની જરૂર નથી હોતી.

કેદાર જાધવે આગળ કહ્યું કે તેઓએ ધોની પાસેથી ઘણું શીખ્યું છે. તેઓએ જણાવ્યું કે જ્યારે તે શોટ રમવાનો પ્રયાસ કરે છે તો ધોની તેમને ટીમની જરૂર મુજબ ટકીને રમવાની સલાહ આપે છે.

Previous articleICCએ ફગાવી BCCIની માંગ, પાક.ને વર્લ્ડ કપથી બહાર કરવાનો કર્યો ઇન્કાર
Next articleઅનિલ કુંબલે ફરી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ