કડકડતી ઠંડીમાં ખેડુતોને રાતભર કામ કરવા મજબુર બનાવતું વીજતંત્ર

876
bvn25122017-2.jpg

જગતાત તરીકે ઓળખાતો ખેડુત આજે જુદી જુદી મુસ્કેલીઓ અને પડકારોથી ત્રસ્ત બન્યો છે. ખેતી પ્રધાન દેશમાં ખેડુત હાંસિયામાં ધકેલાતો જાય છે. તેવો રોષ વ્યક્ત થઈ રહ્ય છે. હાલ શિયાળાના દિવસોમાં પણ ખેતીવાડીમાં રાત્રીના સમયે વીજ પુરવઠો અપાઈ રહ્યો છે. ત્યારે આમાં ખેડુતનું હિંત ક્યાં ?! તેવા સવાલ ઉઠ્યા છે.
ખેડુતોની મોલાત પર હમેશા નીલગાયનું જોખમ રહ્યું છે. મોંઘાભાવનું બિયારણ વાવી ખેડુત રાત ઉજાગરા કરી માંડ પાક ઉજેરે છે જેમાં સહેજ પણ બે ધ્યાન રહે તો નીલગાયનું ટોળુ ઘુસી આવી પાક રફેદફે કરી નાખે છે આ અધુરૂ હતું તેમ હવે છેલ્લા કેટલાક વર્ષોથી ભૂંડનો ત્રાસ ભારે શરૂ થયો છે. વાડીની તાર ફેન્સીંગ અને જાળીની સુરક્ષાને પણ નાકામ બનાવી દઈ જમીનમાં સુરંગ જેમ ખાડા ગાળી ભૂંડ વાડીમાં ઘુસી જાય છે અને ખેડુતની મહેનત પર પાણી ફેરવી દઈ તબાહ કરી દે છે.
ભારતીય કિસાન સંઘનાં ભાવનગર તાલુકાના હોદ્દેદાર અને યુવા ખેડુત-ભંડારિયાના લાલજીભાઈ ઈટાલિયાએ આ અંગે જણાવ્યું કે આજના સમયમાં ખેતીવાડીક્ષેત્રે આધુનિક સંશોધન સાથે સરકારી અનેક યોજના પણ છે. પરંતુ એ પછી પણ ખેતી ક્ષેત્રે અનેક પડકારો અને મુશ્કેલીઓ યથાવત છે. 
મોંઘા ખાતર બિયારણ, નીલગાય અને ભૂંડ સહિતના પશુઓનો ત્રાસ, વિજતંત્ર દ્વારા રાત્રે વીજ પુરવઠો અપાતા અંધકારમાં પાણી વાળવાની કામગીરી જીવના જોખમે કરવી પડે છે તેના પુરતા ભાવ મળશે જે તે નિશ્ચિત નથી. 
આમ, ખેતીવાડી ક્ષેત્રે અનેક પડકારો અને ખેડુતને પડતી મુશ્કેલીઓ જ સૂચવે છે કે ખેતીપ્રધાન દેશમાં ખેડુતો હાંસિયામાં ધકેલાયા છે !

Previous articleભાવેણાવાસીઓને મળ્યું અનોખુ બ્રેઈનજીમ
Next articleગુરૂ ગોવિંદસિંઘ જન્મોત્સવ શોભાયાત્રા