સુરેન્દ્રનગરમાં અમદાવાદ સ્ટેટ સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જોરાવરનગરમાંથી પાન મસાલામાં વપરાતા ડુપ્લીકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઈ હતી. ડુપ્લીકેટ ચુનાની ફેક્ટરીમાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા હતા. લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાંથી ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ.
મળતી માહિતી મુજબ લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાં ડુપ્લીકેટ ચુનાની ફેક્ટરી ચાલતી હોવાની સીઆઈડી ક્રાઈમને બાતમી મળી હતી. આ કંપનીના ખોટા લેબલ લગાવીને હલકી ગુણવત્તા વાળા ચુનાનું વેચાણ કરવામાં આવતું હતુ. બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં દરોડા પાડીને સીઆઈડી ક્રાઈમે ચુનો બનાવવાનું મશીન સહિતનો ૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં પાન મસાલામાં વપરાતા ચૂનાનું ડુપ્લીકેટ ઉત્પાદન કરવામાં આવતું હોવાની બાતમી અમદાવાદ સ્ટેટ સીઆઈડી ને મળતા સમગ્ર ટીમે સાથે મળીને એક દરોડાની કામગીરી હાથ ધરી હતી.
કામગીરી અંતર્ગત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જોરાવરનગરના લાતી બજારમાં દરોડા પાડતા ડુપ્લીકેટ ચુનાની ફેક્ટરી સહિત કુલ ૨૦ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.