પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, ગાંધીનગર દ્વારા પરમપિતા પરમાત્મા શિવના દિવ્ય અવતરણની યાદગાર મહા શિવરાત્રી ૪ માર્ચ, સોમવારે શિવ ધ્વજારોહણ, બરફના દિવ્ય જ્યોર્તિલિંગની ઝાંખી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
ભારતની પાવન ભૂમી પર સ્વર્ગની સ્થાપના માટે ૧૯૩૬માં નિરાકાર શિવ પરમાત્માએ પ્રજાપિતા બ્રહ્માના સાકાર તનમાં દિવ્ય અવતરણ કરેલ અને મનુષ્યને દેવ બનાવવાના ભગિરથ કાર્ય માટે પોતાના સીધા નિર્દેશન તળે ફક્ત બહેનો દ્વારા સંચાલિત અને નિર્દેશિત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયની સ્થાપના કરેલ. જેની યાદગાર ૮૩મી શિવજયંતિ- મહાશિવરાત્રી પર વિધ્યાલયના વિશ્વના ૧૪૩ દેશોમાં આવેલ ૮,૫૦૦ સેવાકેન્દ્રોના ૯ લાખ જેટલા પવિત્ર બ્રહ્માકુમાર ભાઈ બહેનો શિવ ધ્વજારોહણ બાદ વિશ્વ કલ્યાણ, શાંતિ, વિશ્વ બંધુત્વ, આનંદ અને પ્રેમના પ્રકંપનો ફેલાવશે અને વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા શિવપિતાનો સંદેશ જન જન સુધી પહોંચાડશે