બાલાકોટ : સેટેલાઇટ ફોટા હુમલામાં મદદરૂપ રહ્યા છે

574

પાક.ના બાલાકોટમાં સ્થિત જૈશે મોહમ્મદના અડ્ડાઓ ઉપર હવાઈ હુમલા કરીને ભારતીય સેનાએ સેંકડો આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હુમલા માટે સ્પાઇસ ૨૦૦૦ ગાઇડેડ બોંબના કોમ્પ્યુટર મેમરીને ઉપગ્રહ સાથે મળેલા ફોટાઓ અને પાકી ભૌગોલિક માહિતી સાથે જોડવામાં આવી હતી. ત્યારબાદ આને ઇન્ડિયન એરફોર્સના ગ્વાલિયર બેઝ ઉપર મિરાજ-૨૦૦૦ વિમાનોમાં લોડ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો ઉદ્દેશ્ય આતંકવાદી અડ્ડાઓ ઉપર પાકા હુમલા કરવાનો રહ્યો હતો. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે જ્યારે મિરાજ ૨૦૦૦ વિમાનના કોમ્પ્યુટર સ્ક્રીન પર હથિયાર લોંચ કરવાના મેસેજ આવ્યા ત્યારે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના બેથી ૧૦ કિલોમીટરની અંદરથી આને ઝીંકવા પર આ બાબતની ઓછી આશંકા હતી કે, ૧૦૦૦ કિલોગ્રામના આ બોંબ તેના લક્ષ્ય ઉપર પડશે નહીં.

પાકી માહિતી બાદ જ અને ટાર્ગેટ નક્કી કરાયા બાદ ૧૦૦૦ કિલોના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. પોતાના નેવીગેશન, શિકર સિસ્ટમની મદદથી ઝીંકવામાં આવેલા અને ભુલ જાઓ સ્પાઇસ ૨૦૦૦ બોંબ ૫૦થી ૬૦ કિમીના અંતરથી જૈશના ચારથી ૬ અડ્ડાઓ પર ત્રાટક્યા હતા જેમાં સફળરીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ સાર રડાર અને સુખોઇ-૩૦ વિમાનોથી હુમલા કરતા પહેલા અને મોડેથી લેવામાં આવેલા ફોટાઓથી જાણવા મળે છે કે તમામ બોંબ નક્કરરીતે આતંકવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં સફળ રહ્યા હતા. આ હુમલામાં કેટલા આતંકવાદીના મોત થયા હતા તે અંગે ક્યારે પણ માહિતી મળી શકશે નહીં. સ્પાઇસ ૨૦૦૦ બોંબ પહેલા કોઇ આતંકવાદી અડ્ડાની છતને તોડીને અંદર પડે છે ત્યારબાદ બોંબ તેની અંદર રહેલા લોકોને શોક અને વિસ્ફોટથી મારી નાંખે છે.

Previous articleશારીરિક સંબંધો નહીં ઈન્જેક્શનથી ડ્રગ્સ લેતા યુવાઓના ટેસ્ટ HIV પોઝિટિવ આવ્યા
Next articleયુવાઓમાં અભિનંદન સ્ટાઇલનો હવે ક્રેઝ…..