પાકિસ્તાનના એફ-૧૬ યુદ્ધ વિમાનને તોડી પાડ્યા બાદ અને ત્યારબાદ ૬૦ કલાક સુધી પાકિસ્તાની કસ્ટડીમાં રહીને પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદનનો જુસ્સો જોવા લાયક છે. પાકિસ્તાનની કસ્ટડીમાં અદ્ભૂત સાહસનો પરિચય આપી પરત ફરેલા અભિનંદને ફરીથી કોકપિટમાં પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ વહેલીતકે કોકપિટમાં જવા ઇચ્છુક છે. અભિનંદનના પીઠમાં હાડકાઓમાં ઇજા થયેલી છે. બીજી બાજુ હવાઈ દળના વડા બીએસ ધનોવા અને અન્ય અધિકારીઓએ તેની સાથે જુદી જુદીરીતે વાતચીત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યા બાદ અભિનંદન શુક્રવારે ભારત પરત ફર્યા હતા.