પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી સંકલ્પ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષ પાર્ટીઓ પર જોરદાર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ એરસટ્રાઈકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ અને તેમના સહયોગી દળો આ અવસર ઉપર એવી વાતો કરી રહ્યા છે, જેના પર પાકિસ્તાનમાં તાળિઓ પડે છે. પીએણએ ચારા કૌભાંડનો અને બેનામી સંપત્તિનો ઉલ્લેખ કરીને આરજેડીને પણ આડેહાથે લીધી હતી. પીએમ જણાવ્યું કે બિહારના લોકો સારી રીતે જાણે છે કે ચારા કૌભાંડના નામે શું-શું થયું છે. હવે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વચેટિયાઓ અને દલાલોને દૂર કરી દેવાયા છે અને સીધા જ ખેડૂતોના બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સ્ફર કરવામાં આવે છે. સુરક્ષા કોઈ ગરીબની હોય કે દેશની. દેશ પર ખરાબ નજર કરનારાંઓની સામે તમારો આ ચોકીદાર અને દ્ગડ્ઢછ ગઠબંધન દીવાલ બનીને ઊભું છે. પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે આપણા દેશની સેના આતંકને કચડવામાં વ્યસ્ત હતી, તેવા સમયે દેશની અંદર કેટલાક લોકો એવું કામ કરી રહ્યા હતા, જેનાથી દુશ્મનોના ચહેરાઓ ખીલી ઉઠ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસ અને તેમના સહયોગીઓ એવી વાત કરે છે જેનાથી પાકિસ્તાનમાં તાલીઓ પડે છે. જ્યારે કે તેમણે આતંકની ફેક્ટરી વિરુદ્ધ એક સૂરમાં વાત કરવાની જરૂર હતી, ત્યારે દિલ્હીમાં ૨૧ પક્ષો એનડીએ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવી હતી. દેશનો કોઈપણ વ્યક્તિ તેમને માફ નહીં કરે.’ પીએમે જણાવ્યું કે દેશનો ચોકીદાર સંપૂર્ણ રીતે સજાગ છે અને તે દેશના હિતમાં કામ કરતો રહેશે. વિપક્ષના લોકો આપણા જવાનોના પરાક્રમ પર સંદેહ કરતા રહેશે. આતંકી ઠેકાણાને નષ્ટ કરવા માટે આ લોકો પુરાવા માંગી રહ્યા છે. હું કોંગ્રેસ અને તેમના સહયોગી દળો પાસેથી જાણવા માંગુ છું કે શા માટે તેઓ દેશના વિરોધીઓને ફાયદો પહોંચાડી રહ્યા છે. પીએમ મોદીએ બિહારમાં હવે પંચધારા વહેશે તેવો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યમાં નીતીશ બાબુની સરકાર અને કેન્દ્રમાં પણ એનડીએ સરકારના સહયોગથી યુવાનોને પઢાઈ, ગરીબોને કમાઈ, બીમારોને દવાઈ, ખેડૂતોને સિંચાઈ અને જન જનની સુનવાઈની પંચધારા વહેશે.
પીએમએ જણાવ્યું કે, ‘ગરીબો માટે જેટલા પણ પગલાં લેવા પડશે, તે અવશ્ય લેવઈ રહ્યા છે. એનડીએ સરકારે પણ લગભગ ૫૦ કરોડ ગરીબોને ૫ લાખ રૂપિયાની મફત સારવારની યોજનાથી જોડ્યા. ૨૦૧૪થી અત્યાર સુધીનો સમય માળખાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવાનો હતો. હવે આગળના સમયમાં ૨૧મી સદીમાં દેશ નવી ઊંચાઈ પર પહોંચશે. અમે પ્રથમ પાંચ વર્ષમાં મજબૂત પાયો નાંખ્યો છે. હવે તેના પર ભવ્ય ઈમારત બનાવવાનો સમય છે.’
પીએમે કહ્યું કે વિતેલા પાંચ વર્ષમાં જેટલા કામ થયા છે, તે વખતે જો મહાવિલાવટ વાળી સરકાર હોત તો તમામ કામો ના થઈ શક્યા હોત. તેમણે જણાવ્યું કે ‘અટલજી જ્યારે પીએમ હતા તો તેમણે બિહારમાં અનેક યોજનાઓ શરૂ કરી. પરંતુ કોંગ્રેસ સરકારે બધા કામો રોકી દીધા હતા. ૨૦૧૪માં આ કામોને પુનઃ શરૂ કરાયા. મહામિલાવટના સહયોગી દળો ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે.’
વડાપ્રધાને રેલીમાં જણાવ્યું કે, ‘ગરીબ અને મધ્ય વર્ગની કમાણી ખત્મ કરી, જે પોતાની દુકાન ચલાવી રહ્યા છે તેઓ હવે ચોકીદારથી હેરાન થઈ ગયા છે. ચોકીદારને ગાળો આપવાની સ્પર્ધા ચાલી રહી છે, પરંતુ તમારો ચોકીદાર સંપૂર્ણ રીતે સજાગ છે.
મોદીની છાતી ૫૬ની નહીં ૧૫૬ ઇંચની : પાસવાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટણામાં વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી જેમાં એનડીએના ઘટક પક્ષો એકમંચ ઉપર દેખાયા હતા. લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રની એનડીએ સરકારમાં મંત્રી રહેલા રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે, અમે પહેલા કહેતા હતા કે, ભારતના વડાપ્રધાનની છાતી ૫૬ ઇંચની છે પરંતુ આજે જાણી શકાય છે કે, મોદીની છાતી ૫૬ ઇંચની નહીં બલ્કે ૧૫૬ ઇંચની છે.
આતંકવાદીઓને જે રીતે બોધપાઠ ભણાવવામાં આવી રહ્યા છે તેનાથી દેશ ગર્વ અનુભવ કરે છે. એરફોર્સના શૌર્યની પ્રશંસા કરતા પાસવાને કહ્યું હતું કે, અમને બુદ્ધ જોઈએ છે પરંતુ જરૂર પડે તો યુદ્ધ પણ જોઈએ છીએ. અમે પાકિસ્તાન સામે ખુબ કઠોર કાર્યવાહી કરી ચુક્યા છે જે લોકો ભારતમાં રહીને પાકિસ્તાનના ગુણગાન કરતા હતા તે લોકોની સિક્યુરિટી આંચકી લેવામાં આવી છે. બુલેટની લડાઈ જીતી ચુક્યા છે હવે બેલેટની લડાઈ પણ જીતીશું. સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પાસવાને કહ્યું હતું કે, કુંભમાં સ્નાન કર્યા બાદ મોદી મંદિરમાં પહોંચ્યા ન હતા. સૌથી પહેલા સફાઈ કર્મીઓના પગ ધોવા માટે પહોંચ્યા હતા જે તેમની મહાનતા દેખાઈ આવે છે.
બિહારમાં તમામ ૪૦ સીટો પર જીત થશે : નીતિશ કુમાર
પટણાના ગાંધી મેદાનમાં આયોજિત એનડીએની વિજય સંકલ્પ રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપુર પ્રશંસા કરી હતી. નીતિશકુમારે લોકોને અપીલ કરી હતી કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી કેન્દ્રમાં મોદીની સરકાર બનવી જોઇએ. તેમણે કહ્યું હતુ કે, એવા લોકોની સરકાર બનવી જોઇએ જે સેવામાં રુચિ ધરાવે છે. મેવામાં રુચિ ધરાવતા નથી. સેવામાં રુચિ ધરાવનાર લોકોને સત્તાની જવાબદારી સોંપવામાં આવે તે જરૂરી છે.
સાથે સાથે નીતિશકુમારે એવો દાવો પણ કર્યો હતો કે, એનડીએ રાજ્યની તમામ ૪૦ લોકસભા સીટ ઉપર જીત હાંસલ કરશે. નીતિશકુમારે પોતાના ભાષણની શરૂઆતમાં શહીદ જવાનોને યાદ કર્યા હતાઅને કહ્યું હતું કે, આતંકવાદની સામે જે રીતે જંગ ખેલાઈ રહ્યો છે તેવો સેનાને સલામ કરે છે અને વડાપ્રધાન મોદીને અભિનંદન આપે છે. નીતિશકુમારે પુલવામા હુમલા અને ત્રાસવાદ સામે જંગમાં શહીદ થયેલા બિહારના શહીદોને નમન કરીને તેમના સાહસની પ્રશંસા કરી હતી. નીતિશે એમ પણ કહ્યુ ંહતું કે, જે કાર્યવાહી થઇ રહી છે અને પાકિસ્તાનને જે રીતે ૬૦ કલાકની અંદર જ અભિનંદનને છોડવાની ફરજ પડી છે તેના માટે તેઓ વડાપ્રધાનનો આભાર માને છે અને અભિનંદનનું પણ અભિનંદન કરે છે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ત્રાસવાદના મુદ્દા ઉપર કોઇપણ પ્રકારની શરતો માનવામાં આવી રહી નથી. સરકાર વધુ કઠોર પગલા લેવા માટે પણ સજ્જ દેખાઈ રહી છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકાર આતંકવાદને સંપૂર્ણપણે ખાત્મો બોલાવશે. નીતિશે કહ્યું હતું કે, મોદીએ કેન્દ્રમાં રહીને જે કામ કર્યા છે લોકો તેમની ચર્ચા કરતા રહે છે. રાજ્યના વિકાસ માટે પણ ફરી એકવાર ભાજપ અને જેડીયુ એક સાથે આવ્યા છે. નીતિશકુમારે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું