સુરતથી ધોલેરા સાસરીમાં આવેલ યુવકે ગળેફાંસો જમાઈ આપઘાત

733

સુરતથી ધોલેરા ખાતે આવેલ સાસરીમાં આવેલ યોગેશભાઈ  પ્રવિણભાઈ ચુડાસમા એક દિકરીના પિતા જેણે કોઈ અગમ્ય કારણોસરી ધોલેરા ખાતે પોતાના સસરાના ઘરે ગળેફાંસો લગાવી જીવન ટુંકાવી લેતા કોળી પટેલ સમાજમાં ચકચાર મચી જવા પામે છે. પરણિત યુવક યોગેશભાઈએ કયા કારણો સાર જીવન ટુકાવ્યું તે અંગે ચર્ચા વહેતી થઈ છે. મરનાર પરણિત યુવકે તા. ૧-૩-૧૯ના રાત્રિના ૧ર-૩૦ કલાકે આત્મહત્યા કર્યા અંગે પરણિતા રમાબેન યોગેશભાઈએ ધોલેરા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ, ત્યાર બાદ સીએચસી ખાતે પી.એમ. કરવામાં આવેલ મરનાર યુવક મુળ રહે – મેવાસા તા. વલ્લભીપુર, જિ. ભાવનગર હાલ સુરત રહેતો હોવાથી સુરતથી સાસરીમાં આવેલ અને સાસરીમાં જ નકલી ટુંકાવેલ જે અંગે ફરિયાદીના આધારે ફરિયાદ લઈ વધુ તપાસ એ.એસ.આઈ. બળદેવભાઈ તપાસ ચલાવી રહ્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબરવાળામાં અનુસુચિત જાતિના પ્લોટ વિહોણા કુટુંબો માટે પ્લોટ ફાળવણી અંગે ફોર્મ વિતરણ કરાયા