બરવાળા મુકામે અનુસુચિત જાતિના પ્લોટ વિહોણા કુટુંબોને પ્લોટ ફાળવવા અંગે અરજી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમાં પિયુષભાઈ મુંધવા, ચિરાગભાઈ મુંધવા,ભરતભાઈ ડાભી સહિત અનુસુચિત જાતિના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા અનુસુચિત જાતિના ૩૧૫ જેટલા પ્લોટ વિહોણા પરિવારો દ્વારા દોઢેક માસ પુર્વે મામલતદાર બરવાળા, નાયબ કલેકટર બરવાળા, ચિફ ઓફિસર બરવાળા સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રહેણાંકના પ્લોટ ફાળવવા અંગે રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી જે અન્વયે તંત્ર દ્વારા ગુજરાત સરકાર મ મહેસુલ વિભાગના ઠરાવના નિયમ મુજબ અનુસુચિત જાતિના પ્લોટ વિહોણા પરિવારોને પ્લોટ મેળવવા માટે નિયત નમુનામાં અરજી ફોર્મ ભરી જરુરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી દરખાસ્ત કરવા જણાવવામા આવ્યુ હતુ જે અન્વયે બરવાળા નગર અનુસુચિત જાતિ સમિતિ દ્વારા તા.૦૨/૦૩/૨૦૧૯ ના રોજ સવારના ૧૦ઃ૩૦ થી સાંજના ૫ઃ૦૦ વાગ્યા સુધી ઠક્કરબાપા સોસાયટી ખાતે રહેણાંકના પ્લોટ માટે અરજી ફોર્મ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં બરવાળા શહેરના અનુસુચિત જાતિના ૨૭૬ જેટલા લોકોએ રહેણાંકના પ્લોટ મેળવવા અંગે જરુરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી ફોર્મ ભરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં બરવાળા શહેરના અનુસુચિત જાતિના આગેવાનો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.