શિવ કૈલાસે વસનારા શિવનો મહિમા અપરંપાર છે.
શિવ વિજયના પીનારા શિવનો મહિમા અપરંપરા છે.
શિવ ભસ્મ લગાડે અંગે શિવ વસે છે. ભુતો સંગે
શિવ જંગલના જોગી શિવનો મહિમા અપરંપરા છે.
શિવ તાંડવ નૃત્ય કરનારા શિવ આધિવ્યાધિ દુર કરનારા
શિવે જટામાં બાંધી ગંગા શિવનો મહિમા અપરંપાર છે.
સતી પાર્વતી બન્યા ભીલડી ભાલે શોભે શુભ ટીલડી
શિવ ભીલડીમાં મોહનારા શિવનો મહિમા અપરંપરા છે.
શિવે વિષ હળાહળ પિધુ દેવોનો અમૃત દિધુ
શિવ વિષપાન કરનારા શિવનો મહિમા અપરંપાર છે.
શિવ શશિધર વિશ્વનાથ નિલકંઠ પશુપતિનાય
શિવ નિરંજન નિરાકાર શિવનો મહિમા અપરંપાર છે.
શિવ ભક્તો કરે છે. સેવા શિવ આવો દર્શન દેવા
શિવ દારીદ્ર દુઃખ હરનારા શિવનો મહિમા અપરંપાર છે.
શિવ વિશ્વધાર ત્રિલોચન શિવ નિરાકાર નિરંજન
શિવ પાયોનો ક્ષય કરનારા શિવનો મહિમા અપરંપરા છે.
આજે છે. મહાશિવરાત્રી નિરૂ કરે પુજા પાઠ આરતી
શિવ કરૂણાના કરનારા શિવનો મહિમા અપરંપરા છે.
– ડો. નિરંજન આચાર્ય (નિરૂ)