આકાશ હિતેષભાઈ દાણીધારીયા, જેમણે અત્યાર સુધી દેશભરમાં રાજય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગમાં સારો પ્રદર્શન કરીને કુલ ૩૦ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ઉપરાંત બે વખત ચેમ્પીયન ઓફ ચેમ્પીયનો ખીતાબ પ્રાપત કરેલ અને શક્તિદુત અવોર્ડથી પણ સન્માનીત કરેલ સરકાર દ્વારા મી. યોગીનો ખીતાબ પણ પ્રાપ્ત કરેલ છે.
અને તાજેતરમાં રમાયેલ જિલ્લા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધામાં બેસ્ટ પરફોરમેન્સ આપીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલઅ ને તા. ર૮-ર-ર૦૧૯ના રોજ ભારતના ગૌરવ એવા કુંભ મેળા-ર૦૧૯ પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આયોજીત કુંભ મેળામાં સરસ્વતી મંચ પર ઓમ શીવ સંસ્થાન સાથે ઉતકૃષ્ટ યોગ નિદર્શન રજુ કરેલ અને આ કૃતિ નિહાણી જીતેન્દ્રકુમાર, પ્રમુખ સચીવ, સંસ્કૃતિ અને શિશિરજી, નિર્દેશક, સંસ્કૃતિ, યુપીએ પ્રમાણપ્રત સાથે અભિવાદન કર્યુ હતું. આકાશ ભાવનગર મહાપાલિકાના ચિત્રા- ફુલસર વોર્ડના નગરસેવિકા કિર્તીબેન દાણીધારીયાનો પુત્ર છે.