સિહોરની વિદ્યામંજરી સ્કૂલના પટાંગણમાં રંગોત્સવ વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જનમેદની ઉમટી પડી હતી. આમંત્રિત મહેમાનો, વાલીઓ, પ્રેક્ષકો દરેક ભવ્ય અને ભાતીગળ કૃતિઓ માણવા અને કેમેરામાં ક્લિક કરવા વ્યસ્ત જોવા મળ્યા હતાં. વિદ્યા રંગોત્સવ કાર્યક્રમ ને લઈ છેલ્લા ૧૫ દિવસ થી બાળકો પોતાની દરેક ક્રુતિઓથી કાર્યક્રમ નિહાળનાર ને મંત્રમુગ્ધ કરવા પ્રેકટીસ કરી રહ્યા હતા. આ કાર્યક્રમ તા.૨/૩/૧૯ ને સાંજે સ્કૂલના ટ્રસ્ટીઓ તથા આમંત્રિત મહેમાનો અને બાળકો,વાલીઓની મેદની વચ્ચે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયેલ હતો
આ વિદ્યા રંગોત્સવ ૨૦૧૯ કાર્યક્રમ માં ધો ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ તથા વિશેષ રાજ્યકક્ષા તથા નેશનલ લેવલે સિદ્ધિ મેળવનાર ને ઇનામ વિતરણ સમારોહ સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સંસ્થાના ટ્રસ્ટી અશોકભાઇ ઉલવા દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવેલ કે માત્ર ૧૮૦ની સંખ્યા સાથે શરૂ કરેલ આ સ્કૂલ આજે વટવૃક્ષ બની ગઈ છે આ વટવૃક્ષ બનાવવા તથા અલગ અલગ સ્કૂલની એક્ટિવિટી માં સંસ્થાના છેલ્લા ૭ વર્ષથી જોડાયેલ ટ્રસ્ટી પરબતભાઈ મોરડીયા ને આભારી છે
આ કાર્યક્રમમાં કુલ ૧૪ કૃતિઓ રજુ કરવામાં આવેલ જેમાં નર્સરી થી લઈ ધો ૧૨ સુધીના વિદ્યાર્થીઓ જોડાયા હતા દરેક કૃતિઓ એક એક ક્ષણે પ્રેક્ષકોને ઝકડી રાખે તેવી હતી ગણેશ વંદના,અભિનય ગીત,માઁ ની મમતા,પાર્ટી સોન્ગ,ગરબો, રાધાકૃષ્ણ નૃત્ય,સ્ટુડન્ટ સોન્ગ,દેશભક્તિ, ટિપ્પણી રસ, ફ્યુઝન,માઇમ, આકર્ષક વેશભૂષા સાથે હનુમાન ચાલીસા, તથા હોલી ટાઇટલ સોન્ગ કે જેમાં પી.કે.મોરડીયા હોલિમે ઉડે રે ગુલાલ સોન્ગ પર નાચ્યાં હતા
આ કાર્યક્રમ સફળ બનાવનાર સ્ટાફ ને સન્માનિત કરી સંસ્થા વતી કેમ્પસ ડાયરેક્ટર અનિકેતભાઈ રાજ્યગુરૂ તથા સંગીતાબેન કોઠડિયા દ્વારા આભાર વ્યક્ત કરેલ.