ધાતરવડી ડેમ રમાંથી છતડીયા વડ, ઉચાદર ઉચૈયા ધારાનાનેસ પ ગામ માટે ચેલા ૧૦ વર્ષથી કેનાલ મંજુર થયેલ હતી. જેનું કામ વર્ષોથી અટકેલું હતું. અવાર-નવાર સરપંચો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવતી તથા ૪ ગામના લોકો ભેગા મળીને આવેદન પત્ર આપવામાં આવેલ હતાં. જેની રજુઆત ઉચૈયા ગામની મુલાકાતે આવેલ સાંસદ નારણભાઈ કાછડીયા તથા જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ તથા રાજુલા તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરજનભાઈ વાઘ આવેલ ત્યારે સરપંચ પ્રતાપભાઈ બેપારીયા તથા સરપંચ તખુભાઈ ધાખડા ભચાદર સરપંચ મહેશભાઈ ધાખડા ધારનાનેચ ઉપસરપંચ દિલુભાઈ તથા પુર્વ સરપંચ અમરૂભાઈ ધાખડા શ્યામવાડી તથા ઉચૈયા ગામના ખેડુતો દ્વારા રજુઆત કરતા નારણભાઈ કાચડીયા દ્વારા સરકારમાં રજુઆત પહોંચાડી આજરોજ કેનાલનું કામ ચાલુ થતા પ ગામના ખેડુતોમાં આનંદની લાગણી ઉઠી છે. તમામ ગામ વતી સંસદ નારણભાઈ કાચડીયા તથા રવુભાઈ ખુમાણનો પ્રતાપભાઈ બેપારીયા દ્વારા આભાન માનેલ છે. આ કેનાલ થવાથી પ ગામના ખેડુતોની હજારો વીધા જમીનમાં ખુબ ફાયદો થશે.