ભાવનગર શહેરમાં સફાઈ કામદારોના હક હિતોના ખાસ પ્રશ્નો માટે સફાઈ કામદાર કલ્યાણ સંઘના મંડળની સ્થાપના થતા આ મંડળની કામગીરીનો પ્રારંભ કરવા દિપ પ્રગટ કરીને કામગીરીની શરૂઆત કરવામાં આવેલ.
જમનાકુંડ વાલ્મીકીવાસ ખાતે આવેલ મહાપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે શહેરના બધા જ વાલ્મીકી વાસોના કામદાર આગેવાનોની એક ખાસ બેઠક પુર્વનગર સેવક ભુપતભાઈ દાઠીયાની હાજરીમાં જ્ઞાતિના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ ચૌહાણના પ્રમુખ પદે મળેલ આ બેઠકમાં જ્ઞાતિના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ વિગેરે હાજર રહેલ.
કાર્યક્રમની શરૂઆતમાં મંડળના પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા, મંત્રી મનસુખભાઈ ધુમડીયાએ મંડળની થનારી કામગીરીનો ખ્યાલ આપેલ. મંડળની મળેલી આ બેઠકમાં દેવેન્દ્ર સોલંકી, કાનજીભાઈ વેગડ, શિવલાલ બારૈયા, બી.લી. દાઠીયા, જીવણભાઈ ચૌહાણ, શ્યામ બેરડીયા, મત્રી સી. કે.નૈયા, નિકુંજ વાઘેલા, રોહિત મકવાણા, દોલતભાઈ ગોહિલ, ધીરૂભાઈ વેગડ, રામજીભાઈ ગોહિલ, મણીલાલ વાળોદરા, અરવિંદભાઈ હાવળીયા, નિતીનભાઈ વેગડ, શંકરભાઈ ગોહિલ, મોન્ટુભાઈ ધુમડીયા, જયકિશન હાવળીયા, મુનાભાઈ વાઘેલા, વિપુલ બારૈયા, વિગેરે ઉપસ્થિત રહી આ મંડળની સ્થાપનાને આવકારેલ. આ મંડળીની કામગીરીમાં ભાવનગર મહાપાલીકાના સફાઈ કામદારોને પોતાના પ્રશ્નોમાં પુરતો ન્યાય મળે તેવા સઘન પ્રયાસો હાથ ધરાશે અશ્વીન વાઘેલા અને મનસુખભાઈ ધુમડિયાએ કામગીરી અંગે સૌનો સાથ મળવા અપીલ કરી હતી.