ખેડુતવાસ વિસ્તારમાં આયુર્વેદ કેમ્પ યોજાયો

999

તા. ૩-૩-ર૦૧૯ને રવિવારના રોજ તાપીબાઈ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભાવનગર તથા ખેડુતવાસ વિકાસ સમિતિના સંયુક્ત ઉપક્રમે નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સ્વ. જીતુભાઈ સવજીભાઈ વરીયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જરૂરીયાત મંદ દર્દીઓ માટે સર્વરોગોના વિનામુલ્યે આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન શહેરના ખેડુતવાસ વિસ્તારમાં બુધ્ધદેવ સર્કલ ખાતે કરેલ જેમાં ૪૦૦થી વધારે જરૂરીયાત મંદ દર્દીઓએ લાભ લીધેલ. આ કેમ્પને સફળ બનાવવા પુર્વ ડેપ્યુટી મેયર પ્રભાબેન પટેલના માર્ગદર્શન તળે ખેડુતવાસ વિસ્તારના કાર્યકર્તાઓ ભારતભાઈ ચુડાસમા, અશોકભાઈ પરમાર, રમેશભાઈ જાદવ, સુનિલભાઈ પટેલ, રાણાભાઈ ચૌહાણ, રાજુભાઈ ગોહેલ, દેવરાજભાઈ તથા રિતેષભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ તેમજ શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ બાંભણીયાએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને પ્રોત્સાહન પુરૂ પાડેલ છે.

Previous articleવીંગ કમાન્ડર અભિનંદન જેવું કાર્ય કરવા ભાવેણાના રાજવીરસિંહ ઈચ્છુક
Next articleઅકવાડા – માલણકા ભુતેશ્વર ખાતે ચોથો સર્વજ્ઞાતિ સમુહલગ્ન