ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળાં ગામે આવેલ રાદલ ધામ ખાતે માઘ માસ ના અંતિમ રવિવારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું માઇ ભકતો એ માં ભગવતી રાદલ ને નૈવેદ્ય પ્રસાદ અપૅણ કરી દશૅન નો લ્હાવો લીધો.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાગર કાઠે અંતરીયાળ એવા આમળાં ગામે લાખો શ્રધ્ધાળુઓ નું આસ્થાનું પ્રતિક એવાં રાંદલ ધામ ખાતે દર વષૅ માઘ માસ દરમ્યાન રાદલ માતા નો સુંદર ઉત્સવ ઉજવવામાં આવે છે જે અન્વયે આ વષૅ પણ વિર વિક્રમ સંવંત ૨૦૭૫ ના માઘ માસ નો ઉત્સવ ૩૦ દિવસ સુધી ઉજવવામાં આવ્યો હતો આ માસ ના અંતિમ રવિવારે ૧ લાખ થી વધું શ્રધ્ધાળુઓ અત્રે દશૅન-પૂજન માટે ઉમટયા હતાં અંતરીયાળ સાગરતટ નજીક આવેલા આ ધમૅ સ્થાન ખાતે લોક મેળો યોજી ખીર લાપસી ના નૈવેદ્ય માં ભગવતી રન્નાદે ને ધરી ધન્ય બન્યાં હતા આ માઘ ઉત્સવ દરમ્યાન સ્વયંસેવક મિત્રો એ સુદર વ્યવસ્થા ઓ ગોઠવી હતી.