આશરે ૬પ૦ વર્ષ જુના અતિપ્રાચિત એવા ઐતિહાસિક માળનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવપુજા અર્ચના તેમજ દિપમાળા, આરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન માળનાથ ગૃપ કરે છે જેની સ્થાપના ૧૯-૧-૧૯૯રના રોજથી પક્ષીઓ માટે ચણ એકઠું (ભેગુ) કરીને માળનાથ મહાદેવના સાનિધ્યમાં આશરે દરરોજ ૭પ કિલો જેટલું ચપણ પહોંચાડે છે. અને પક્ષીઓ દરરોજ ૭પ થી ૧૦૦ કિલો ચણ ચણી જાય છે. આ ઉપરાંત માળનાથ ગૃપ પક્ષીના પાણીના કુંડા તથા પક્ષીના માળાનું વિનામુલ્યે વિતરણ કરે છે. જય માળનાથગૃપ દ્વારા તા. ૪-૩-ર૦૧૯, મહાવદ ૧૩ને સોમવારના રોજ કરવામાં આવેલ છે. મહાશિવરાત્રીનું પાવન પર્વ હોઈ આ પવિત્ર દિવ્સે ભંડારિયા સ્થિત, માળનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના દિવસે વહેલી સવારે ૬-૦૦ કલાકે દિપ માળા, સવારે ૯-૩૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧ર-૩૯ કલાકે દિપમાળા, સાંજના ૭-૦૦ કલાકે દિપમાળા, રાત્રીના ૧ર-૦૦ કલાકે દિપમાળા તથા જય માળનાથ ગૃપ દ્વારા મહાપ્રસાદ (ફળાહાર)નું સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના પ-૦૦ કલાક સુધી. શિવપુજા, શિવપુજાસ્તવન તેમજ આ પ્રસંગે પધારનાર ભાવીભક્તોને શિવદર્શનનો વિશિષ્ટ લાભ તથા પધારનાર સાધુસંતોનું ભવ્ય સ્વ્ગત વિગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રૂદ્રહોમનું આયોજન સવારના ૯-૦૦ થી ૪-૦૦ કરવામાં આવેલ છે. શ્રીફળ હોમવાનો સમય બપોરે ૪-૦૦ કલાકે રાખેલ છે. તથા સૌપ્રથમવાર માળનાથ દાદાના સાનિધ્યમાં અલગ-અલગ ધાર્મિક તથા સાંસ્કૃતિક ભવ્ય સેટો (પ્રદર્શનો)નું આયોજન કરેલ છે.