સઘન સલામતી વચ્ચે આજથી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ

689
guj25122017-13.jpg

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે કાંકરિયા કાર્નિવલની આવતીકાલથી રંગારંગ શરૂઆત થઇ રહી છે. આવતીકાલથી શરૂ થયા બાદ કાંકરિયા કાર્નિવલ ૩૧મી સુધી ચાલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આનું ઉદ્‌ઘાટન કરવામાં આવનાર છે. ૨૫ લાખથી પણ વધુ લોકો કાંકરિયા કાર્નિવલમાં પહોંચે તેવી શક્યતા છે. આ વખતે અનેક નવા આકર્ષણ રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના કાંકરીયા ખાતે આવતીકાલ સોમવારથી સતત ૧૦ મા વર્ષે ભવ્યાતિભવ્ય એવા સાત દિવસના રંગારંગ કાર્યક્રમો સાથેનો કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે.જ્યાં શહેરીજનો મોટી સંખ્યામાં
 ઉમટી પડશે.ત્યાં આ સાથે જ તંત્ર તરફથી તૈયારી પુરી કરી લેવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં સતત ૧૦મા વર્ષે યોજાવા જઈ રહેલા કાર્નિવલના કેટલાક કાર્યક્રમો આ વર્ષે શહેરના ભદ્ર પ્લાઝા અને રીવરફ્રન્ટ ખાતે પણ આયોજિત કરવામાં આવનાર છે.અમદાવાદ શહેરના કાંકરીયા ખાતે સતત ૧૦મા વર્ષે આવતીકાલથી દર વર્ષની જેમ  ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેનો આરંભ રાજયના મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવશે.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને લગતી તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.આ વર્ષે જુન માસમાં પોલેન્ડના કારકો શહેર ખાતે મળેલી યુનેસ્કોની હેરીટેજ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરને વૈશ્વિક કક્ષાના હેરીટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવેલું હોઈ આ વખતે કાંકરીયા ખાતે યોજાનારા કાર્નિવલનું એ દ્રષ્ટિએ પણ મહત્વ ઘણું વધી જાય છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલમાં પ્રવેશવાની મુખ્ય તમામ એન્ટ્રીઓ ઉપર અમદાવાદ શહેરમાં એક સમયે પ્રવેશવાના દરવાજાઓની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરી તેની ઓળખ મુલાકાતીઓને આપવાનો પ્રયાસ કરવામાંઆવી છે.આ સાથે જ અમે અમદાવાદી એ શિર્ષક ઉપર તૈયાર કરવામાં આવેલું ૭૦ મિનીટનું પ્રેઝન્ટેશન એ આ કાર્નિવલની મુલાકાત લેનારા તમામ મુલાકાતીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેમકે આ પ્રેઝન્ટેશનમાં ઓડિયો અને વિડિયો એમ બંને પ્રકારની અમદાવાદ શહેરને લગતી તમામ માહિતીઓ આપવામાં આવી છે.આ પ્રેઝન્ટેશનમાં કુલ મળીને ૧૨૫ જેટલા કલાકારો દ્વારા તેમનું પર્ફોર્મન્સ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત ૨૯ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીના સમયગાળામાં કાંકરીયા નગીનાવાડી અને ફૂટબોલ ગ્રાઉન્ડ એમ બે સ્થળોએ એરો મોડેલિંગની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે ખાસ શો લોકો સમક્ષ કરવામાં આવનાર છે જેમાં હેલીકોપ્ટર,ગ્લાઈડર,પાવર એરોપ્લેન,વગેરેની મદદથી હેરતઅંગેઝ પ્રદર્શન પણ કરવામાં આવનાર છે.શહેરમાં આ વર્ષે સૌ પ્રથમ વખત ભદ્રપ્લાઝા અને રીવરફ્રંટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ગીત,ગઝલ અને સુફી સંગીત જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.

લોકો માટેની સુવિધા…
•     કાંકરિયા કાર્નિવલની આવતીકાલથી શાનદાર શરૂઆત થઇ રહી છે ત્યારે મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.
• નાણાંની ચુકવણી,જરૂરીયાત અંગે ઈ-વોલેટ મારફતે સ્વીકારવાની સુવિધા
•     જનમિત્ર કાર્ડ તેમજ આધાર કાર્ડ માટેના કિઓસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે
•     વિખુટા પડી ગયેલા બાળકો માટે સીસીટીવી કેમેરા સાથેનો પોલીસ બંદોબસ્ત
•     ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ દરેક સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે.
•     આગમન સમયે કલાકારોના ગ્રુપ દ્વારા વિવિધ સંગીત વાદ્યો તથા રંગબેરંગી ફુગ્ગાઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાશે
સાત વાગે બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવશે
૭.૪થી લઇને ૭.૬ સુધી મેયર દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી સુવિધાઓ ઉભી કરાઈ
કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે પણ પગલા

Previous articleહાર્દિક પટેલની રેલી મુદ્દે પાંચ કોંગ્રેસી ઉમેદવારોને ચૂંટણીપંચે નોટિસ ફટકારી
Next articleશપથવિધિ સમારોહને લઇ જબરદસ્ત તૈયારી