ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં ટોસ માટે ઉતરરા સ્મૃતિ મંધાનાએ મોટી સિદ્ધિ હાસિલ કરી લીધી છે. મહિલા કે પુરૂષ, તે ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરની ભારતીય કેપ્ટન બની ગઈ છે. મંધાનાએ ૨૨ વર્ષ ૨૨૯ દિવસની ઉંમરમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે. સૌથી નાની ઉંમરના પુરૂષ કેપ્ટનની વાત કરીએ તો સુરેશ રૈનાએ ૨૩ વર્ષ ૧૯૭ દિવસની ઉંમરમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન (૨૦૧૦) બન્યો હતો. જ્યારે મહિલાઓમાં હરમનપ્રીત કૌરે ૨૩ વર્ષ ૨૩૭ દિવસની ઉંમરમાં ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી.
ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરમાં ભારતીય ટીમની આગેવાની કરનારમાં ૨૨ વર્ષ ૨૨૯ દિવસ – સ્મૃતિ મંધાના, ૨૩ વર્ષ ૧૯૭ દિવસ – સુરેશ રૈના, ૨૩ વર્ષ ૨૩૭ દિવસ – હરમનપ્રીત કૌરનો સમાવેશ છે.