એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને પહેલી એપ્રિલથી લેટ પેમેન્ટ ચુકવવાના મામલામાં વધારે નાણાં આપવા પડશે. એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડ ઉપર લેટ પેમેન્ટ ચાર્જમાં વધારો કરી દીધો છે.
પહેલી એપ્રિલથી આ વધારાનો ચાર્જ લાગૂ થશે. પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંકે ક્રેડિટ કાર્ડ ઉપર લેટ પેમેન્ટ ચાર્જ વધારવાની જાહેરાત કરી દીધી છે પરંતુ નવા ચાર્જ પહેલી એપ્રિલ ૨૦૧૯થી અમલી કરવાની પણ વાત કરી છે. એચડીએફસીએ પોતાની વેબસાઇટ ઉપર આ અંગેની માહિતી આપી છે. ઇન્ફિનિયા કાર્ડને બાદ કરતા અન્ય તમામ પ્રકારના ક્રેડિટ કાર્ડ ઉપર નવા ચાર્જ લાગૂ થશે. જો. ડ્યુ ડેટ સુધી ક્રેડિટ કાર્ડ બિલની લઘુત્તમ રકમ પણ ચુકવવામાં નહીં આવે તો અથવા તો બેંક કાર્ડ એકાઉન્ટમાં ડ્યુ ડેટ સુધી પેમેન્ટની રકમ ક્રેડિટ કરાવવામાં નહીં આવે તો લેટ પેમેન્ટનો ચાર્જ વસુલ કરવામાં આવશે. ૫૦૦ રૂપિયાથી વધારેને ડ્યુ એમાઉન્ટ ઉપર પહેલી એપ્રિલથી વધારે ચાર્જ ચુકવવાની ફરજ પડશે. વધારાની રકમ વર્તમાન ચાર્જની સરખામણીમાં ૨૦૦ રૂપિયા વધારે રહેશે. ચાર્જમાં મહત્તમ વધારો ૨૫૦૦૦ રૂપિયાથી વધારે રહેશે. હજુ સુધી આ રકમ ઉપર ૭૫૦ રૂપિયા લેટ પેમેન્ટ ચાર્જ લાગૂ થાય છે. એપ્રિલથી ૨૦૦ રૂપિયાનો વધારો થયા બાદ આ વધારો ૯૫૦ રૂપિયાનો રહેશે.