મુખ્યમંત્રી મનોહર પર્રિકરને એડવાન્સ સ્ટેજનું કેન્સર છેઃ ગોવા કેબિનેટ પ્રધાન

573

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરને એડવાન્સ સ્ટેજનું કેન્સર હોવાનો ખુલાસો કરવામાં આવ્યો. ગોવામાં કેબિનેટ પ્રધાન અને ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ સરદેસાઈએ સીએમ પર્રિકરના સ્વાસ્થ્ય અંગે મીડિયાને માહિતી આપી. તેમણે જણાવ્યુ હતુ કે, સીએમ પર્રિકરનું કેન્સર એડવાન્સ સ્ટેજ પર છે. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ગોવા સીએમઓના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સીએમ પર્રિકરની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, કેન્સર સામે લડી પહેલા મનોહર પર્રિકર અમેરિકા અને દિલ્હીની એઈમ્સમાં સારવાર લઈ ચુક્યા છે. પરંતુ હાલમાં તેમની તબિયત વધારે કથળી છે જેથી તેમને ગોવામાં સારવાર આપવામાં આવી રહી છે. મનોહર પર્રિકર દેશના સંરક્ષણ પ્રધાન પણ રહી ચુક્યા છે.

Previous articleશિવરાત્રીના અવસર ઉપર તમામ બજાર બંધ રહ્યા
Next articleવડાપ્રધાન મોદી તમે ફરી ખોટું બોલ્યા, શું તમને જરા પણ શરમ નથી આવતી?ઃ રાહુલ ગાંધી