કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં હથિયારની ફેક્ટરીને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યુ છે કે અમેઠીમાં હથિયારની ફેક્ટરીને લઈને મોદી ખોટું બોલ્યા છે. તેમણે ટિ્વટ કરીને લખ્યું કે, પ્રધાનમંત્રી જી, અમેઠીની ઓર્ડિનેન્સ ફેક્ટરીનો શિલાન્યાસ ૨૦૧૦માં મેં કર્યો હતો. છેલ્લા થોડા વર્ષોથી અહીં નાના હથિયારોનું ઉત્પાદન થઈ રહ્યું છે. કાલે તમે અમેઠી ગયા અને તમારી આદત પ્રમાણે ફરીથી ખોટું બોલ્યા હતા. શું તમને જરા પણ શરમ નથી આવતી.
નોંધનીય છે કે પીએમ મોદીએ રવિવારે રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં કોરવાના આયુધ નિર્માણ ફેક્ટરીમાં અસોલ્ટ રાઇફલ છદ્ભ-૨૦૩ના યુનિટનો શુભારંભ કર્યો હતો. જ્યાં તેમણે નિવેદન આપ્યું કે, “અમુક લોકો દરેક જગ્યાએ જઈને ભાષણ આપતા રહે છે – મેડ ઇન ઉજ્જૈન, મેડ ઇન જૈસલમેર, મેડ ઇન બરોડા. પરંતુ આ મોદી છે, અહીં બનતી રાઇફલ મેડ ઇન અમેઠી નામથી ઓળખાશે.
મોદીએ ભાષણ આપ્યું કે,અમેઠીમાં છદ્ભ-૨૦૩ રાયફલ બનશે. છદ્ભ-૨૦૩ રાઇફલોથી આતંકીઓ અને નક્સલીઓ સાથે થતી અથડામણમાં આપણા સૈનિકોને ખૂબ જ મદદ મળશે.