૩૦ માર્ચ સુધીમાં લોકો નાણાની ભરપાઈ નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે

771

ફડચામાં ગયેલી વિસનગર નાગરિક સહકારી બેંકના ફડચા અધિકારી તરીકે પ્રતીક ઉપાધ્યક્ષને નિમણૂંક કરયા છે. પ્રતિક ઉપાધ્યક્ષ મહેસાણા જિલ્લા રજીસ્ટાર પણ છે. ફડચા અધિકારી તરીકે નિમણૂંક થતા જ પ્રતિક ઉપાધ્યક્ષે દેવાદારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કર્યો છે.જોકે તેમણે ૩૦ માર્ચ સુધીનો દેવાદારોને સમય પણ આપ્યો છે અને કહ્યું છે કે, જો આગામી ૩૦ માર્ચ સુધીમાં જે પણ લોકો નાણાની ભરપાઈ નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જે પણ બાકીદારો નાણાં ભરવા ઈચ્છતા હોય તે ૬ ટકા વ્યાજ સાથે નાણાની ભરપાઈ કરી શકે છે.

નાણા વસૂલવા માટે બેંકે વન ટાઈમ સેટલમેન્ટ યોજના પણ અમલમાં મુકી છે. મહત્વનું છે કે, બેંકના બાકીદારો પાસે હજુ પણ ૩૨૪.૪૦ કરોડની વસૂલાત કરવાની બાકી છે. ૧૬૪૮ ધિરાણ બાકીદારો હજૂ પણ રકમ ભરપાઈ કરવા માટે તૈયાર નથી. જેથી હવે બેંક આ તમામ બાકીદારોની મિલકતની હરાજી કરીને બાકીની રકમની વસુલાત કરશે.

Previous articleશહેરનાં સેક્ટર ૩, ૭ અને ૨૯માં BSNLના નવા ટાવર બનાવાશે
Next articleફ્રિજના ભંગારના ઓથા હેઠળ ૩૨.૩૦ લાખના દારૂની હેરાફેરી