મહાશિવરાત્રિનાં શુભ અવસરે શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ તરફથી આયોજિત સમારંભમાં કેદારનાથનાં કપાટ ખુલવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પહેલાં વસંતપંચમીનાં અવસર પર બદરીનાથનાં કપાટ ખુલવાની તારીખની જાહેરાત થઇ ગઇ છે. શ્રી કેદારનાથ ભગવાનનાં શીતકાલી ગદ્દી સ્થળ શ્રી ઓંકારેશ્વર મંદિર ઉખીમઠમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૯માં આદિ ગુરૂ શંકરાચાર્યની જયંતીનાં અવસરે ૯ મેની સવારે ૫.૩૫ વાગ્યે બાબા કેદારનાથનાં કપાટ ખુલશે. શ્રી શ્રી કેદારનાથ ધામ માટે પંચમુખી ડોલી ઉખી મઠથી ૬ મેનાં રોજ પ્રસ્થાન કરશે ૯ મેનાં ગુરૂવારનાં રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિયોગનો શુભ સંયોગ બને છે. આદિગુરૂ શંકરાચાર્ય ભગવાન શિવનાં અવતાર માનવામાં આવે છે. તેમને જ કલિયુગમાં બદરીનાથ અને કેદારનાથની પૂજા આરંભ કરાવી હતી. તેમનાં જન્મદિવસનાં અવસર પર કેદારનાથનાં કપાટ ખુલવા સૌથી મોટો શુભ સંયોગ માનવામાં આવે છે.
૧૦મેનાં સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન બદરીનાથનાં કપાટ ખુલશે. ૭ મેનાં અક્ષય તૃતીય છે જે અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થશે. ૭ મેનાં રોજ સૌથી પહેલા ગંગોત્રી અને યમુનોત્રીનાં કપાટ ખુલશે.