નવી દિલ્હી : ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં કેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા તેનો આંકડો સામે આવ્યો છે. નેશનલ ટેક્નિકલ રિસર્સ ઓર્ગેનાઈઝેશન (દ્ગર્નં)ના સર્વિલાંસથી જાણકારી હાથ લાગી છે. નેશનલ ટેક્નિકલ રિસર્સ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ ૨૬મી ફેબ્રુ.એ બાલાકોટમાં અડધી રાત્રે એર સ્ટ્રાઈક કરી ત્યારે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં ૩૦૦ જેટલા મોબાઈલ ફોન સક્રિય હતાં. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, ભારતીય વાયુસેનાએ જ્યારે જૈશ-એ-મોહમ્મદના કેમ્પો પર હુમલો કર્યો ત્યારે ત્યાં ૩૦૦ આતંકીઓ હાજર હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દ્ગર્નં અને ઇછઉએ ભારતીય વાયુસેનાને બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં ૩૦૦થી વધારે મોબાઈલ ફોન સક્રિય હોવાની જાણકારી આપી હતી. આ જાણકારી બાદ જ ભારતીય વાયુસેનાએ પોતાના ઘાતક એવા મિરાજ-૨૦૦૦ યુદ્ધ વિમાનોને મેદાનમાં ઉતાર્યા હતાં. મિરાજ-૨૦૦૦ વિમાનો અડધીર આત્રે પાકિસ્તાનમાં છેક ૭૦ કિમી સુધી અંદર ઘુસીને જૈશના આતંકી કેમ્પ પર ૧૦૦૦ કિલોના બોમ્બ ઝિંકીને એર સ્ટ્રાઈક કરી હતી.
આ એર સ્ટ્રાઈક એટલી ઘાતક હતી તેનો પુરાવો ખુદ જૈશ-એ-મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરના ભાઈએ જ પુરાવો આપ્યો હતો. અઝહરના ભાઈએ એર સ્ટ્રાઈકથી થયેલી તબાહી વર્ણવતી ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી.