હવે દેશનો મિજાજ આતંકીઓને વીણીને હિસાબ કરવા માટેનો છે

1153

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત યાત્રાના પ્રથમ દિવસે આજે તમામ જગ્યાઓએ આતંકવાદના મુદ્દા ઉપર આક્રમક દેખાયા હતા. આજે પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ મોડેથી અમદાવાદ શહેરના અસારવા ખાતે આવેલી ન્યુ સિવિલ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવા પહોંચ્યા હતા. અહીં મોદી તેમના અસલ આક્રમક અંદાજમાં દેખાયા હતા. આતંકવાદના મુદ્દા ઉપર વાત કરતા મોદીએ કહ્યું હતું કે, ૪૦ વર્ષથી આતંકવાદની પીડા ભારતના લોકોએ સહન કરી છે પરંતુ હવે આ પીડા સહન કરાશે નહીં. હવે કોઇ આંખ ઉઠાવીને જોશે તો અમે ઘરમાં ઘુસીને મારીશું. અમારો સ્વભાવ વીણી વીણીને હિસાબ કરવાનો રહ્યો છે. ઘરમાં ઘુસીને હુમલા કરવામાં આવશે. વિપક્ષ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, હવાઈ હુમલાથી વિપક્ષ પણ પરેશાન છે. સેનાના પરાક્રમ ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, તેમને માત્ર દેશની ચિંતા છે. સત્તાની કોઇ ચિંતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સિવિલ ખાતે ઉદ્દઘાટન કર્યા બાદ તમામ લોકોને દેશમાટે શહિદ થયેલા લોકોને ફોનની બેટરી ચાલુ રખાવીને જય ધોષ બોલાવ્યો હતો. અને તેમણે કહ્યું કે મન કરી રહ્યું છે, કે આજે બધુ જ કહી દઉ. આજે અદાવાદના વિકાસમાં સૌથી મહોત્વનો દિવસ છે. આજે અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. સાથે જ ફેઝ-૨નું સિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, આજે અમદાવાદના સપનાની સાથે મારુ પણ સપનું પૂર્ણ થયું છે. ઉત્તરાયણમાં જેમ લોકો ધાબા પર ચડીને પતંગ ચકાવે છે. તેમ આજે અમદાવાદે ધાબા પર ચડીને મેટ્રોનું સ્વાગત કર્યું છે. એક પૂર્ણ થઇ જાય એટલે અમે મુકતા નથી બીજીના શરૂઆત પણ કરીએ છીએ. લાખો અમદાવાદીઓને મેટ્રોથી ઘણો ફાયદો થશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે. વડાપ્રધાન મોદીએ ટેકનોલોજીથી સજ્જ ૧૨૦૦ પથારી વાળી નવી સિવિલ કર્યું ઉદ્દઘાટન જેનો સિલાન્યાસ અમે કરીએ તેનું ઉદ્દઘાટન પણ અમે કરીએ છે. આજે કરેલી મેટ્રોનો સિલાન્યાસ કર્યો તેનું ઉદ્દઘાટન પણ અમે જ કરીશું મતલબ કે જ્યારે તેનું ઉદ્દઘાટન થશે ત્યારે અમારી જ સરકાર હશે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, દેશમાં ૨૦૧૪ પહેલા મેટ્રોનું નેટવર્ક ૨૫૦ કીમીનું હતું. જ્યારે ભાજપ સરકારમાં ૬૫૦ કિમી થયું છે. અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ૮૦૦ કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે. આ પ્રકારના વાક્યો બોલીને વડાપ્રધાને ૨૦૧૪ પહેલા ચાલતી કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા. વન નેશન વન કાર્ડ અંગેની માહિતી આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ કાર્ડની મદદથી નાગરિકોને ફાયદો થશે. આ કાર્ડની મદદથી સમગ્ર દેશમાં તમે છૂટા રૂપિયાની માથાકૂટ વિના મુસાફરી કરી શકાશે. હવે દેશમાં વન નેશન વન કાર્ડનું સપનું પૂર્ણ થયું છે. કોમના મોબિલીટીથી શોપીગ પણ કરી શકાશે તથા દેશના તમામ વિસ્તારોમાં આ કાર્ડથી મુસાફરી કરી શકાશે. ગુજરાત માટે પણ ગર્વની વાતએ છે, કે હવે વડોદરાના સાવલી ખાતે બની રહેલા મેટ્રોના કોચનું નિકાસ કરવામાં આવી રહ્યું છે. હું જ્યારે નાનો હતો ત્યારે તમામ સ્ઁ પાટણ-ભીલડીની વાત કરતા હતા. હવે તેનું કામ પૂર્ણ થયું છે. થોડાક જ વર્ષોમાં ગુજરાતના લોકોએ જ

રાફેલ રહ્યા હોત તો દુશ્મનના કોઇ જ વિમાનો ન બચ્યા હોત

અમદાવાદ : વડાપ્રધાન મોદીની ગુજરાત યાત્રા આજે શરૂ થઇ હતી. ગુજરાતની યાત્રાએ પહોંચ્યા બાદ મોદીના જુદા જુદા કાર્યક્રમો શરૂ થયા હતા. ગુજરાતના જામનગરમાં પહોંચ્યા બાદ મોદીએ જાહેર સભાને સંબોધી હતી જ્યાં મોદીએ કહ્યું હતું કે, જો ભારતીય હવાઈ દળ પાસે આજે રાફેલ વિમાન રહ્યા હોત તો સ્થિતિ કઇ અલગ રહી હોત. રાફેલ રહ્યા હોત તો પાકિસ્તાનના કોઇ વિમાન પણ બચ્યા ન હોત. ગુજરાતના જામનગરમાં આક્રમક મૂડમાં દેખાયેલા મોદીએ કહ્યું હતું કે, રાફેલ સમયસર મળી જાય તેવી વાત તેમણે કહ્યું કરી હતી પરંતુ આ બાબત શક્ય બની ન હતી. દેશ આજે આતંકવાદના ખાત્મા માટે એક મત છે ત્યારે વિરોધીઓ આને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મોદીએ ગુજરાતના જામનગરમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં હોસ્પિટલ ઇમારતનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ દેશને સુપ્રત કરી હતી જેમાં ૭૫૦ બેડની વ્યવસ્થા છે. સાથે સાથે પીજી હોસ્ટેલનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં હવાઈ હુમલાને લઇને પ્રસ્નો ઉઠાવી રહેલા વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. દેશના લોકો ઇચ્છે છે કે, આતંકવાદનો ખાત્મો થાય. સેના કાર્યવાહી કરી રહી છે પરંતુ કેટલાક લોકોની સેનાની કાર્યવાહીને લઇને વિશ્વાસ કરી શકતા નથી. આ લોકો પ્રશ્નો કરી રહ્યા છે. મોદીએ યુપીએ સરકારના ગાળા દરમિયાન રાફેલ ડિલને અભરાઈએ ચઢાવી દેવાના કોંગ્રેસના વલણ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો હવાઈ હુમલા દરમિયાન રાફેલ વિમાન રહ્યા હોત તો અમારા કોઇપણ વિમાન તુટી પડ્યા ન હોત અને દુશ્મનના કોઇ વિમાન બચ્યા ન હોત. મોદીએ પાકિસ્તાન ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભારતને ખતમ કરવાના ઇરાદા ધરાવતા લોકોને આ દેશ છોડશે નહી. સમગ્ર દેશ આજે આ બાબત ઉપર સહમત છે કે, ત્રાસવાદનો ખાત્મો થવો જોઇએ. અમે અમારા સશસ્ત્ર દળો ઉપર વિશ્વાસ હોવો જોઇએ. અમને ગર્વ કરવાની જરૂર છે. અમને સમજાતુ નથી કે કેટલાક લોકો સેનાને લઇને કેમ પ્રશ્નો ઉઠાવે છે. મોદીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ભારતને ખતમ કરવાની ઇચ્છા ધરાવનાર લીડરો બહાર છે તો આ દેશ શાંતિથી બેસશે નહીં. પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ એક બિમારી છે અને આ બિમારીનો કાયમી ઇલાજ કરવા જઈ રહ્યા છે. વિપક્ષ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, દેશના જવાનોના પરાક્રમ ઉપર તમામ લોકોને ગર્વ છે. હવાઈ હુમલાના ગાળામાં જો અમારા જવાનો પાસે રાફેલ રહ્યા હોત તો પાકિસ્તાનના કોઇ વિમાન બચ્યા ન હોત. અમારો ઉદ્દેશ્ય છે કે, આતંકવાદને ખતમ કરવામાં આવે જ્યારે વિરોધીઓ મોદીને ખતમ કરવામાં લાગેલા છે.

Previous articleઆતંકી મારવા ગયાં હતાં કે ઝાડ પાડવા? ચૂંટણીમાં ફાયદા માટે કરી એર સ્ટ્રાઇક?ઃ સિદ્ધુ
Next articlePM દ્વારા મેટ્રોને લીલીઝંડી