રાજુલા ભાજપ દ્વારા  ભવ્ય બાઈક રેલી યોજાઈ

625

રાજુલા ખાતે ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની શાન વિરજવાન અભિનંદનને માથી પરત હેમખેમ પર ભારત લાવવા બાબતે ૩૦૦ યુવાનો દ્વારા મોદીના નારા સાથે બાઈક રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું.

રાજુલા ખાતે ભાજપ પરિવાર દ્વારા ૩૦૦ નાના મોટા કાર્યકરોએ પાકિસ્તાન હવાઈ હુમલો કરી ૩પ૦ આતંકવાદીઓનો ખાતમો તેમજ તેણે કરેલા હવાઈ હુમલાની સાજીશના જવાબમાં તેના વિમાનને તોડી પાઢડનાર વિર જાંબાઝ મર્દ વિગ કમાન્ડર અભિનંદન રાજપુત તેનું અસલી ક્ષત્રીય લોહી દેશના રક્ષા કાજ રપ૦૦૦ની ઉંચીએથી પેરાશુટ દ્વારા દૂશ્મન દેશની સર જમીન પર પડતા તેની મીલ્ટ્રીના હાથે ઝડપાઈ જતા દુશ્મન દેશના કબ્જામાંથી ચંદ કલાકમાં હેમખેમ પરત લાવનાર પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. (નહીંતર ચોવીસ ચોવીસે વર્ષ ધી સરબજીતસિંહને કોંગ્રેસ સરકાર લાવી શકી નથી) નરેન્દ્રભાઈ મોદીને માન આપવા રાજુલાના ભાજપ પરિવાર દ્વારા ૩૦૦ બાઈક રેલીનું ભવ્યાતિભવ્ય આયોજન જે રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વીસ્તારોના જેમ કે શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ, યુવા ભાજપના વનરાજભાઈ વરૂ, સાગરભાઈ સરવૈયા, મહેન્દ્રભાઈ ધાખડા, પરેશભાઈ લાડુમોર, વિરભદ્રભાઈ ડાભીયા, અશ્વીનભાઈ ખુમાણ સહિત શહેર અને તાલુકાના કનુભાઈ ધાખડા ભાજપ મંત્રી વવેરા, તારા પ્રમુખ જીલુભાઈ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, મગનભાઈ સરપંચ પ્રતાપભાઈ બેપારીયા સરપંચ ઉચૈયા, તખુભાઈ ધાખડા સરપંચ ભચાદર તેમજ શહેર અને તાલુકાના તમામ ભાજપ કાર્યકરોની ૩૦૦ ઉપરાંત બાઈક રેલી શહેરના રાજ માર્ગ્‌ નરેન્દ્રભાઈ મોદીના બેનરો ધ્વજ સાથે નારા કે આપડા દેશને મળેલ પ્રથમ વખત આવા વડાપ્રધાને આગામી લોકસભામાં વડાપ્રધાન પદે  બેસાડી દેશને મહાસત્તા તરફ લઈ જનારને જ સમર્થનના નારા સાથે ૩૦૦ બાઈક રેલીનું આજે આયોજન કરવામાં આવેલ.

રાજુલા જાફરાબાદથી અમરેલી સુધી સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપુરા, રવુભાઈ ખુમાણ, ચેતનભાઈ શિયાળ સહિત જાફરાબાદના વઢેરા, રાજુલાથી અમરેલી સુધી સાંસદ નારણભાઈ કાછડીયા હિરનેભાઈ હીરપરા સહિત હજારો કાર્યકર્તાઓ દ્વારા બેન્ડવાજા સહિત  અભિનંદનને વિજય અભિનંદન આપ્યા.

Previous articleઅંજાર ખાતે બારોટ સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ યોજાયો
Next articleશિશુવિહાર ખાતે આંગણવાડીના શિક્ષકો માટે તાલિમ શિબિર યોજાઈ