બોટાદ જીલ્લાનાં બરવાળા પંથકમાં દારુની બદિને નસ્તે નાબુદ કરવા હર્ષદ મહેતા(પોલિસ અધિક્ષક બોટાદ) તેમજ રાજદિપસિંહ નકુમ(વિભાગીય નાયબ પોલિસ અધિક્ષક બોટાદ) ની સુચના અન્વયે એચ.આર.ગૌસ્વામી (પી.આઇ.લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવી શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં સઘન તપાસ હાથ ધરી દારૂની પ્રવુતિ સાથે સંકળાયેલા ઇસમોને ત્યાં દરોડા પડવામાં આવ્યા હતા જેમાં એચ.આર. ગૌસ્વામી (પી.આઇ. એલ.સી.બી.), આર.કે. પ્રજાપતિ (પી.એસ.આઇ.બરવાળા), ડી.વી.ડાનગર (પી.એસ.આઇ. બોટાદ), એ.પી.સાલૈયા (પી.એસ.આઇ. રાણપુર) સહિતનો બોટાદ જિલ્લાનો મહિલા કોન્સ્ટેબલ સહિતનો પોલિસ સ્ટાફ સઘન તપાસ ઝુંબેશમાં જોડાયો હતો.
બરવાળા પોલિસ સ્ટેશન વિસ્તારમા તા.૪/૦૩/૨૦૧૯ ના રોજ સવારે ૮ઃ૩૦ ક્લાકથી દેશી તેમજ ભારતીય બનાવટના વિદેશી દારુની પ્રવુતિ સાથે સંકળાયેલા ઇસમોના ઘરે દરોડો પડવામાં આવ્યો હતો તેમજ સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.પોલિસ દ્વારા બરવાળા શહેર તેમજ તાલુકાના ચોકડી, નાવડા સહિતના ગામોમાં દરોડો પાડતા બરવાળાના વિધ્યા રમેશભાઈ દેવીપુજક રહે.ચરમાળીયા શેરી,દેવીપુજક વાસના ઘરેથી ૧૫ લિટર દેશી દારુ કી.રુ.૩૦૦, ભાવેશ ભીખાભાઈ પરમાર દેવીપુજક રહે. ચરમાળીયા શેરી,દેવીપુજક વાસના ઘરેથી ૨૦ લિટર દેશી દારુ કી.રુ.૪૦૦ તેમજ વનરાજ રાજુભાઈ દેવીપૂજક રહે ચોકડી,તા.બરવાળા વાળાનો દેશી દારૂ ગાળવાનો આથો ૨૦૦ લિટર કી.રુ.૪૦૦ આથો તેમજ બેરલ સહિતના સાધનોનો નાશ કરવામાં આવેલ છે જેમાં વિધ્યા રમેશભાઈ દેવીપૂજકની અટકાયત કરી હતી જ્યારે બે ઇસમો નાશી છુટયાં હતા. આ બનાવ અંગે બરવાળા પોલિસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી આગળની તપાસ પોલિસે હાથ ધરી હતી. બરવાળા પંથકમા બરવાળા સહિત બોટાદ જિલ્લાની પોલિસ ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલા ૨૦ જેટલા ઇસમોને ત્યાં દરોડો પાડતા અસમાજીક તત્વોમાં ફફડાટ મચી ગયો હતો જ્યારે પોલિસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.