ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી

781

ભાવનગર એલ.સી.બી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ / જુગારની હકિકત મેળવવા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા પો.કો વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમી રાહે હકિકત મળેલ કે, ઉત્તરકૃષ્ણનગર શાળા નં.૧૭ની પાછળ વણકર વાસમાં રહેતા. રાહુલ ઉર્ફ ચીની જયેશ મારૂ પોતાના રહેણાકી મકાનમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે રેડ કરતા મજકુર ઇસમ હાજરમળી આવતા તેના રહેણાકી મકાની ઝડતી કરતા ભારતી બનાવટનો દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડનો બોટલ નં.૨૭ કિ.રૂ.૧૦,૬૯૦/- ના મુદામાલ સાથે પકડી કાયેદસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ્ર કારગીરીમાં એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ, ડી.ડી.પરમાર તથા પો.સબ.ઇન્સ, આર.એચ.બાર તથા સુચના તથા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના હે.કો. ભયપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ સરવૈયા, વિઠ્ઠલભાઇ બારૈયા તથા ચિંતનભાઇ મકવાણા, ઇમ્તિયાઝ પઠાણ, શકિતસિંહ ગોહિલ, વિગેરે સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

Previous articleસિહોરમાં મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરાઈ
Next articleવડાપ્રધાને હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી