મહાપાલિકા દ્વારા મા નર્મદા રથ મહોત્સવ અન્વયે તા.૯-૯ના રોજ વોર્ડ નંબર-૭ વડવા-અ વોર્ડમાં જ્વેલ્સ સર્કલ ખાતેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ મેયર નિમુબેન બાંભણીયા, રાજેશભાઈ રાબડીયા, કોર્પોરેટર રાજેશભાઈ પંડયા, કોર્પોરેટર આશાબેન બદાણી, કોર્પોરેટર ભારતીબેન બારૈયા તથા અધિકારીઓએ મા નર્મદા રથની આરતી ઉતારી પ્રસ્થાન કરાવેલ. જે રથ આરટીઓ સર્કલ, વિઠ્ઠલવાડી, નિલમબાગ, પોલીટેકનીક ચોક, વિદ્યાનગર, ચિતરંજન ચોક વિસ્તારમાં ફરેલ. આ રથનું જુદા-જુદા વિસ્તારોમાં ર૪૮૦ લોકોએ આ રથના કાર્યક્રમમાં જોડાયેલ.