સલમાન ખાન અને કેટરીના કેફ અભિનિત ફિલ્મ ભારતનુ શુટિંગ હવે પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતનુ નિર્માણ અતુલ અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં નિર્માણમાં અલવિરા ખાન અગ્નિહોત્રી, ભુષણ કુમાર , કૃષ્ણા કુમાર, નિખિલ નિમિત દ્વારા ફિલ્મનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.
ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યુ હોવા છતાં હજુ બાકીના કામ હાથ ધરવામાં આવ્યા નથી. સલમાન ખાન અને કેટરીના ખાન આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. દિશાની પણ ફિલ્મમાં મોટી ભૂમિકા છે. ફિલ્મમાં અન્ય જે કલાકારો છે તેમાં તબ્બુ, દિશા, સુનિલ ગ્રોવરનો સમાવેશ થાય છે.
ફિલ્મ માટે મુખ્ય ફોટોગ્રાફીની શરૂઆત જુન ૨૦૧૮માં હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ફોટોગ્રાફી શરૂઆત કરવામાં આવ્યા બાદ ભારત ફિલ્મનુ શુટિંગ ઝડપથી હાથ ધરવામાં આવ્યુહતુ. ફિલ્મનુ શુટિંગ આબુ ધાબી, સ્પેન, માલ્ટા, પંજાબ અને દિલ્હીમાં હાથ ધરવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે પહેલા પ્રિયંકા ચોપડાને લેવામાં આવી હતી. જો કે ફિમના શુટિંગની શરૂઆત કરવામાં આવે તે પહેલા જ પ્રિયંકા ચોપડા ખસી ગઇ હતી. ત્યારબાદ તેની જગ્યાએ કેટરીના કેફની પસંદગી કરવામાં આવી હતી.
પ્રિયંકા ચોપડા ફિલ્મમાંથી નિકળી ગયા બાદ રીલ લાઇફ પ્રોડક્શનના સીઇઓ નિકિલ નિમિતે કહ્યુ હતુ કે નિક જોનસ સાથે તેની સગાઇના કારણે તે આ ફિલ્મમાંથી નિકળી ગઇ હતી. જેથી તેની જગ્યાએ અંતે કેટરીના કેફને લેવામાં આવી હતી.
૨૫મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે સલમાને પોતે ઇન્સ્ટાગ્રામમાં કેટરીના કેફનો ફોટો મુકવામાં આવ્યો હતો. ભારત ફિલ્મ ઇદ ઉલ ફિત્તરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.