ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે જાહેરાત કરી છે કે, જો કોઇ દર્શક મેચ દરમિયાન ફટકારવામાં આવેલા છગ્ગાને એક હાથે કેચ કરી લે છે, તો તેને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે. બીસીસીઆઇએ આઇપીએલ ૨૦૧૯ સિઝન માટે કેચ પ્રતિયોગિતાની જાહેરાત કરી છે. આઇપીએલ ૨૦૧૯ની આ સિઝન ૨૩ માર્ચે શરૂ થવાની છે. બીસીસીઆઇ અનુસાર, દરેક મેચમાં એક હાથે કેચ કરનારાઓને એક લાખ રૂપિયા મળશે અને સૌથી સારો કેચ પકડશે તો ટાટાની નવી સ્પોટ્ર્સ યૂટિલિટી વ્હીકલ હેરિયર (એસયુવી) પણ મળશે.
બીસીસીઆઇએ આઇપીએલમાં પોતાના ઓફિશિયલ પાર્ટનર ટાટા મોટર્સના ટાટા હેરિયર એસયુવીને આઇપીએલ-૨૦૧૯ની લીડ બ્રાન્ડ જાહેરા કરી છે.બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, ’’અમને એ જણાવતા આનંદ થાય છે કે ટાટા મોટર્સની સાથે અમે અમારી પાર્ટનરશિપને આગળ વધારી રહ્યાં છીએ.’’ ઉલ્લેખનીય છે કે, હેરિયર ટાટા મોટર્સની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ છે.