વર્લ્ડ ફેડરેશનનો તમામ સભ્ય રાષ્ટ્ર સંઘોને ભારત સાથે સંબંધ તોડવા આદેશ

602

યૂનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યૂડબ્લ્યૂડબ્લ્યૂ)એ પોતાના તમામ રાષ્ટ્રીય સંઘોને કહ્યું કે, ભારતીય કુશ્તી સંઘ (ડબ્લ્યૂએફઆઈ) સાથે સંબંધ કાપી નાખે. તેણે હાલમાં અહીં વિશ્વકપ દરમિયાન પાકિસ્તાની શૂટરોને વીઝા ન આપવાના નિર્ણયના પરિપ્રેક્ષ્યમાં આ નિર્ણય કર્યો છે.

પાકિસ્તાની શૂટરોને વીઝા ન આપવાને કારણે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિએ ભવિષ્યમાં ભારતમાં વૈશ્વિક આયોજનોની યજમાની પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિશ્વ સંસ્થાએ રાષ્ટ્રીય એસોસિએશનને આ વિશે પત્ર લખ્યો છે. તેણે લખેલા પત્રમાં કહ્યું, યૂડબ્લ્યૂડબ્લ્યૂ તમામ એસોસિએટેડ નેશનલ રેસલિંગ એસોસિયેશન રાષ્ટ્રીય કુશ્તી સંઘને ભલામણ કરે છે કે, ભારતીય કુશ્તી સંઘ સાથે પોતાના સંબંધ પૂરા કરે. ડબ્લ્યૂએફઆઈના અધ્યક્ષ બૃજભૂષણ શરણ અને સહાયક સચિવ વિનોજ તોમરનો આ સિલસિલામાં સંપર્ક થઈ શક્યો નથી.

Previous articleઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ ટાઇટલ જીતવા ઉતરશે પીવી સિંધુ અને સાઇના નેહવાલ
Next articleઅમે આઇપીએલમાં દખલગીરી કરવા ઇચ્છતા નથી : ડેવ રિચર્ડસ