રાજ્યમાં આગામી ૭ માર્ચથી ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. બોર્ડની પરીક્ષા અંગે પરીક્ષા બોર્ડ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરાઈ છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં જિલ્લા અને તાલુકા સ્તરે યોજનારી બોર્ડની પરીક્ષા વિશે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં એસએસસીના ૭ અને એચએસસી ના ૧૨ ઝોન રહેશે અમદાવાદ ગ્રામ્યમાં એસએસસી અને એચએસસીમાં ૪-૪ એમ કુલ ૮ ઝોન રહેશે. પરીક્ષા કેન્દ્ર પર વિજપુરવઠો જળવાય અને વિદ્યાર્થીઓને સમયસર બસ મળી રહે તે માટે પણ સરકાર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા અગાઉથી જ સંવેદનશીલ કેન્દ્રોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ કેન્દ્રોમાં અમદાવાદ ગ્રામ્યમાં એસએસસી માટે ૧ અને એચએસસી માટે ૪ સંવેદન શીલ કેન્દ્ર નોંધવામાં આવ્યા છે.