ગુજરાતમાં પુલવામા હુમલાના બદલો લેવા પાક અધિકૃત કાશ્મીરમાં એરફોર્સે એર સ્ટ્રાઈક કરી હતી. જેને પગલે પાકિસ્તાનના ફાઈટર પ્લેન ભારત ઘૂસતા તેનો પીછો કરતાં વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ વિમાન તૂટી પડતા પાક આર્મીના હાથે પકડાઈ ગયા હતા. દેશની તત્કાલન સ્થિતિને પગલે સરહદી રાજ્ય ગુજરાતમાં ૨૮ ફેબ્રુઆરીએ યોજાનારી ઝ્રઉઝ્ર મુલત્વી રખાઈ હતી. સ્થિતિ સામાન્ય થતાં કોંગ્રેસ આ બેઠકઅમદાવાદમાં ૧૨ માર્ચે યોજશે. શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે તે યોજાશે.
૨૮મી ફેબ્રુઆરીએ અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની ર્વકિંગ કમિટીની બેઠક યોજાવાની હતી. ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી હતી. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક બાદ ગાંધી પરિવારના ગુજરાત પ્રવાસ, ર્વકિંગ કમિટીની બેઠક અને અડાલજની જનસભા તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. આશરે ૩ લાખ લોકોની જનસભા યોજવા કોંગ્રેસે આયોજન કર્યું હતું. ૫૧મી કોંગ્રેસ કારોબારી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલાબ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહેશે. મહત્વનોં છે કે ગુજરાત ૬૦ વર્ષ બાદમાં કોંગ્રેસ ર્વકિંગ કમિટી (ઝ્રઉઝ્ર)ની બેઠક યોજાવાની છે. કાર્યકારિણી ઉપરાંત અહીં રેલી પણ યોજાશે. આ રેલી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી હશે તેવો કોંગ્રેસે દાવો કર્યો છે અને આ પહેલી વાર હશે. જ્યારે ગુજરાતના લોકો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના એક જ સ્થળે ઉપસ્થિત હોવાના સાક્ષી બનશે.