દામનગર શહેરની સિવિલ હોસ્પિટલ માંદગીના બિછાને દામનગર શહેરી વિસ્તાર તેમજ ત્રીસ કરતા વધુ ગ્રામ્ય વિસ્તારના દર્દી નારાયણની સેવા અર્થે ચાલતી ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટરની ઓપીડી દર્દીઓથી ઉભરાય રહી છે ત્યારે આટલી મોટી અદ્યતન સુવિધા ધરાવતી સિવિલમાં માત્ર એક જ તબીબી કેમ ? ઇમરજન્સી અકસ્માત પી એમ સહિત તમામ બાબતો માટે એક માત્ર ડોકટર અને તે પણ રજા પર હોય ત્યારે ઇન્ચાર્જ તબીબી અને તે પણ ન હોય ત્યારે સિવિલ સુમસામ છે ને અદભુત વ્યવસ્થા ? આરોગ્ય વિભાગ દ્વારા સીએચસી દરજ્જો ધરાવતી દામનગર સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી એક ડોકટર છે જે ઓપીડીમાં થતી દર્દીઓની સંખ્યા સામે અપૂરતી છે સ્થાનિક અગ્રણીઓની અવારનવારની રજૂઆતો પછી પણ કાયમી તબીબ નહિ અત્રે સરકાર દ્વારા શાળા આરોગ્યના કાર્યક્રમો પુરજોશમાં ચાલે છે ત્યારે દામનગર શહેર તેમજ ગ્રામ્ય ની વિશાળ જાહેર જનતાના આરોગ્યની દરકાર કેમ નથી લેવાતી ? નિરામય આરોગ્ય માટે સરકારી તંત્રને આરોગ્ય માટે બજેટ જોગવાઈ દવા સારવાર ઓપરેશન સહિતની સુવિધા માટે અને હોસ્પિટલોની આટલી મોટી અદ્યતન સુવિધા પછી તબીબો નહિ ? દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે આરોગ્ય વિભાગ વિચારે તે જરૂરી છે.