અકબરી બોટના માછીમારનો જીવ બચાવતા મરીન કમાન્ડો

675

પીપાવાવ પોર્ટથી ૩૦ નોટીમાઈલ મધદરિયે અકબરી નામની બોટના માછીમારને એટેક આવ્યો હતો. મરીન કમાન્ડોની ૧૦૮ જેવી કામગીરીથી માનવ જીદંગી બચાવી પ્રશંસા  પામ્યા હતાં.ે દરિયાઈ સીમા સુરક્ષા અર્થે પેટ્રોલીંગ કરતા મરીન કમાન્ડોએ અકબરી નામની બોટનું લોકેશન મેળવી બોટનું રેસ્કયુ કરી પહોંચાડી દરિયા કિનારે પીપાવાવ મરીન કમાન્ડોએ કર્યુ ૧૦૮ જેવું કાર્ય. આજરોજ તા. પ-૩-ર૦૧૯ના સવારે ૯-૩૦ વાગ્યા મળેલ મેસેજ મુજબ પીપાવાવ પોર્ટથી ૩૦ નોટિકલ માઈલ દુર અકબરી નામની બોટમાં બોટ માસ્ટર (ટંડેલ)ને એટેક આવતા ગંભીર તબિયત હોય તેવો મેસેજ કોસ્ટ ગાર્ડને આપેલ સદ મેસેજ કોસ્ટ ગાર્ડે મરીન કમાન્ડોને પાસ કરતા દરિયાઈ સિમાની સુરક્ષા અર્થે પેટ્રોલિંગમાં મરીન કમાન્ડોની એક હિટ ટીમ હોય હિટ ટીમ કમાન્ડર નરેશ કથીરિયાએ આ અકબરી નામની બોટનું લોકેશન લઈ લોકેશન સ્થળે પહોંચી મારછીમારોને મરીન કમાન્ડોની બોટમાં લઈ કિનાર પહોંચાડી જીવ બચાવેલ છે. હિટ કમાન્ડર નરેશ કથીરિયાની સાથે હિટકમાન્ડો પ્રહલદાસિંહ ચૌહાણ, દિનેશભાઈ ચૌહાણ, નરેશભાઈ સાગઠીયા તેમજ બોટ માસ્ટર શબ્બીર, મહેશ મજેઠીયા, પ્રતાપ સોલંકી તેમજ બોટનો સ્ટાફ જેઓએ કામગીરી કરેલ છે. દરિયાઈ સીમાની સુરક્ષાની સાથે માછીમારોનો જીવ બચાવતા મરીન કમાન્ડો દરિયામાં પણ ૧૦૮ જેવી કામગીરી કરે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસાવરકુંડલા બારોટ સમાજ આયોજીત સમાજવાડીનું ૭પ ટકા કામ પુર્ણાના આરે