સમગ્ર ભારત દેશ માં મહાશિવરાત્રી ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લા ના રાણપુર માં પાળીયાદ રોડ ઉપર આવેલા ગીરનારી આશ્રમે મહંતશ્રી યોગી પુરણનાથજી બાપુ ની નિશ્રા માં વર્ષો થી પરંપરાગત મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે જ્યારે થોડા સમય પહેલા પુલવામાં ભારતના સૈનિકો ઉપર આતંકી હુમલો થતા કેટલાય સૈનિકો શહીદ થતા આ વખતે પુરણનાથજી બાપુ દ્વારા મહાશિવરાત્રી ની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહીદ થયેલા સૈનિકો ના આત્મા ને શાંતિ મળે તે માટે હોમાત્મક યજ્ઞ અને લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો તથા શિવ પુજન,નમઃશિવાય ધુન, સંતવાણી, મહાપ્રસાદ તથા લીલાગર પ્રસાદ સહીત અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા રાણપુર પંથક ના શિવ ભક્તો મોટી સંખ્યામાં ગીરનારી આશ્રમે દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવ ના નાદ થી વાતાવરણ ભક્તી મય બની ગયુ હતુ.જ્યારે રાણપુરના કપિલેશ્વર મહાદેવ,જડેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ સહીત તમામ મંદીરો માં મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી.