રાણપુર તાલુકાના અલમપુર-ઉમરાળા વચ્ચે પાણીનો થઈ રહેલ બેફામ બગાડ

736

હજી તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને પાણીને લઈ રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.નર્મદાના નીરને સૌની યોજના અંતર્ગત વિવિધ ડેમો માં પાણી ઠાલવીને ઉનાળા માટે તૈયારીઓ કરવામાં આવી છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અલમપુર-ઉમરાળા વચ્ચે પાણીની હેવી લાઈન નિકળે છે આ લાઈન પર વાલ નાંખવામાં આવેલ છે આ વાલ છેલ્લા કેટલાક સમય થી લીક હોવાથી મોટા ફુવારા સાથે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે.

રાણપુર તાલુકાના અલમપુર-ઉમરાળા વચ્ચે મુખ્યમાર્ગ ને અડી ને જ ખેતરોમાંથી પાણીની પાણીની હેવી લાઈન પસાર થાય છે.આ લાઈનમાં એક વાલ્વમાં લીકેજ હોવાના કારણે મોટા ફુવારા સાથે પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે.આ ફુવારા રૂપે વહી રહેલુ પાણી ખેતરમાં ફેલાઈ રહ્યુ છે જાણે તંત્ર દ્વારા ખેતર માલીક માટે કોઈ વિશિષ્ટ યોજના પ્રસ્તુત કરવામાં આવી હોય તેવુ દ્રશ્ય સર્જાયુ છે.બેફામ રીતે મોટા ફુવારા થી મહામુલુ પાણી વેડફાઈ રહ્યુ છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે.આ બાબતે સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર આ જ પ્રકારે વાલ્વમાં લીકેજ થાય છે અને પાણી વેડફાય છે. તંત્ર દ્વારા આવી સમસ્યાઓને લઈ થઈ રહેલા આંખ મિચામણા ને કારણે જ પાણીનો બગાડ થઈ રહ્યો છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીનો સચિત્ર નમુનો ઘણુ બધુ કહી જાય છે.

Previous articleગારિયાધારમાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું
Next articleઆરજેએચ હાઈસ્કુલના આચાર્યને શ્રેષ્ઠ શાળા એવોર્ડ દ્વારા સન્માનિત