તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ મથકમાં નવ વર્ષ પહેલા નોંધાયેલ ગુન્હામાં ફરાર નારી ચોકડી પાસે રહેતા શખ્સને એલ.સી.બી. ટીમે સર.ટી.હોસ્પિટલ પાસેના ગેઈટ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં હતાં.ત્યારે જેલ રોડ ઉપર આવતા પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલાને હકિકત મળેલ કે, તાપી જિલ્લાનાં સોનગઢ પો.સ્ટે.આઇ.પી.સી.કલમઃ- ૩૮૪,૩૪૨ વિગેરે ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અબ્દુલ અજીજ ઉર્ફે બાબુ સર ટી.હોસ્પીટલના દરવાજા પાસે પાન-માવાની દુકાને બેઠો છે. જેથી તુરત જ બાતમીવાળી જગ્યાએ આવતાં અબ્દુલ અજીજ ઉર્ફે બાબુ બીલાલભાઇ પીરવાણી ઉ.વ.૬૦ રહે.પ્લોટ નં.૧૯,આદમજીનગર,નારી ચોકડી પાસે,વરતેજ વાળો મળી આવેલ.આ ઇસમની પુછપરછ કરતાં પોતે ઉપરોકત ગુન્હામાં પકડવાનો બાકી હોવાનું જણાવેલ.જેથી તેને ગુન્હાનાં કામે ધોરણસર અટક કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.તેને તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનનાં પોલીસનાં હવાલે કરવાની તજવીજ હાથ ધરેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ,હર્ષદભાઇ ગોહિલ,જીતેન્દ્દસિંહ ઝાલા,અજયસિંહ વાઘેલા,ભહિપાલસિંહ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.