રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે ન્યાય સમિતિ ચેરમેનની વરણી માટે અગત્યની બેઠકમાં નવનિયુક્ત ચેરમેન પદે કાળુભાઈ બારૈયાની વરણી ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ શુભેચ્છા પાઠવતા હીરાભાઈ સોલંકી.આજે રાજુલા તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલ અગત્યની ખાલી પડેલ ન્યાય સમિતિની ચેરમેન બાબતે નવનિયુક્ત કાળુભાઈ બારૈયાની વરણી થતા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ હિરાભાઈ સોલંકી સહિત ભાજપના આગેવાનો રવુભાઈ ખુમાણ, સાગરભાઈ સરવૈયા, વપનરાજભાઈ વરૂ સહિતે શુભેચ્છાઓ પાઠવી તેમજ આ બેઠકમાં તાલુકા પ્રમુખ સ્થાનેથી જીલુભાઈ બારૈયા ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, કમલેશભાઈ મકવાણા તેમજ આ બેઠક રીપોર્ટ ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મહેતાભાઈએ લીગલી કાર્યવાહી કરેલ તેમજ આ પ્રસંગે ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, તખુભાઈ સરપંચ ભચાદર, મનુભાઈ ધાખડા, જાપોદર સરપંચ તેમજ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયાએ નવનિયુક્ત કાળુભાઈ લાખાભાઈ બારૈયાને મો મીઠા કરાવી હારતોરા કરી આવકાર્યા હતાં.