શહેરના ભરતનગર રોડ પર આવેલી શિક્ષક સોસાયટીના બંધ મકાનમાંથી દાગીના અને રોકડ રકમ મળી અંદાાજે ૩૦,૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. ચોરી અંગેની જાણ ભરતનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ભરતનગર રોડ પર આવેલ શિક્ષક સોસાયટીના પ્લોટ નં. રપરર/૮ના રામેશ્વર પાર્કમાં રહેતા નિવૃત્ત આર્મીમેન ધીરેન્દ્રભાઈ ડી. ભટ્ટ પોતાના મકાન બંધ કરી પરિવાર સાથે બહાર ગામ ગયા હતાં. ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો દ્વાર રૂમના કાબટનું તાળુ તોડી સોના-ચાંદીના તથા રોકડ રકમ મળી અંદાજે ૩૦,પ૦૦ ચોરી કરી નાસી ગયેલ. આ અંગેની જાણ ભરતનગર પોલીસને કરતા પી.એસ.આઈ. આર.સોલંકી આ અંગે તપાસ ચલાવી રહ્યા છે. જયારે અન્ય બીજા બનાવમાં શહેરના મહિલા કોલેજ પાછળ કૃષ્ણનગર અખાડા પાસે તેના બંધ મકાનમાં દાગીના તથા રોકડ રકમ ૪૩,૭૦૦ની ચોરી થવા પામી હતી. આ અંગે ફરિયાદ યુનુસભાઈ કાસમભાઈ વિજળીવાળા રહે. પ્લોટ નં. ૮પ૮/એ-૧ કૃષ્ણનગર અખાડા પાસે રહેતા તેના ઘરના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત્ કુલ રકમ ૪૩,૭૦૦ની ચોરી થવા પામી હતી. આ અંગે જાણ ઘોઘારોડ પોલીસને કરાતા તપાસ પીએસઆઈ મકવાણા ચલાવી રહ્યા છે. આમ શહેરમાં ચોરીના ગુન્હા વધવા પામી રહ્યા છે. તો જુદા-જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.