પાલીતાણાના ભારાટીંમબા ગામે ઇન્ડિયન આર્મી નો જવાન રુતવિકખેરાળા ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરતફરતા સમગ્ર પાલીતાણા પંથકના અને આજુબાજુ ગામના સમાજના અને દરેક સમાજના લોકોએ સામૈયા કરવામાં આવેલ અને વાજતે ગાજતે ભારાટીંમબા ગામ ની દરેક શેરીઓમાં અશ્ચ પર બેસાડી ભારત માતાકી જય દેશ ભક્તિ ના ગીત સાથે ફેરવામા આવેલ ભારાટીંમબા ગામના કોળી સમાજ ના અગ્રણી અને વેપારી હસમુખ ભાઈ એ તમામ તૈયારી ઓ કરી હતી અને સમાજ નુ ગૌરવ અને ગામનું નામ રોશન કરવા બદલ તમામ ખર્ચ કરવામાં આવ્યો તે મણે ઉપાડેલ અને દરેક સમાજના લોકો ને કોળી સમાજ ના આગેવાનો ને આમત્રિત કરેલ અને આર્મી જવાન વતન ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરતફરતા નાનકડો જમણ વાર પણ રાખવામાં આવ્યો હતો અને રુતવિકખેરાળા નુ સમસ્ત આગેવાની હાજરીમાં સન્માનિત કરવામાં આવેલ આખું ગામ આજે દેશ ભક્તિ થી રંગાઈ ગયુહતુ અને રુતવિકખેરાળા થી પ્રેરાઈને અનેક બહેનો અને યુવાનો દેશનીસેવા કરવા માટે તૈયાર થયા છે સમાજ અગ્રણી અને હિરાનાવેપારીના આમંત્રણ ને માન આપી માધાંતા સંગઠન ના પ્રમુખ રાજુભાઇ સોલંકી. મહેશભાઇ ચુડાસમા ડો. મહેશ ભાઈ યાદવ. આરોગ્ય ચેરમેન ભાનુભાઈ ચૌહાણ. માજી આરોગ્ય ચેરમેન નરશીભાઈપરમાર. માજી ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ. તેમના પુત્રજગદિશભાઈ રાઠોડ કોળી સેનાના પ્રમુખ મીલનભાઈ ડાભી સહીત ના તમામ પક્ષના નેતાઓ આગેવાન હાજર રહ્યા હતા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ નાનકડા એવા ગામમાં દરેક શેરીઓમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો થી સજાવવામાં આવેલ.