બરવાળા ન.પાલિકાના સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા

693

બરવાળા નગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો તેમજ જુદી-જુદી માંગણીને લઈને સફાઈ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે કર્મીઓના પડતર પ્રશ્નોનું તત્કાલીક નિકાલ કરવા ઉગ્ર માંગ ઉઠી હતી જેમાં ન.પા.ના ૫૬ સફાઈ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. બોટાદ જિલ્લાની બરવાળા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાની નોકરી વિષયક જુદી – જુદી  માંગણીઓ તેેમજ પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે બાયો ચડાવી મોર્ચો માંડી આંદોલનનું રણશિંગુ ફુંકી તા.૫/૩/૨૦૧૯ ના રોજ સવારના ૧૦ઃ૩૦ વાગ્યાથી અચોક્કસ મુદત સુધી પડતર માંગણીનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલમાં જોડાયા છે. બરવાળા ન.પા.ના રોજમદાર તેમજ કાયમી સહિત ૫૬ સફાઈ કામદારો કાળી પટ્ટી ધારણ કરી નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડમાં મંડપ નાખી સફાઈ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધવી હડતાલમાં જોડાયા હતા.ગુજરાત રાજ્યની ૧૬૨ નગરપાલિકાના સફાઈ કામદારોના પડતર પ્રશ્નો તેમજ જુદી-જુદી માંગને લઈને રાજ્ય વ્યાપી હડતાલમાં બરવાળા નગરપાલિકાના રોજમદાર તેમજ કાયમી સફાઈ કામદારો સફાઈ કામગીરીથી અળગા રહી હડતાલ પાડી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને તત્કાલીક પડતર પ્રશ્ન તેમજ માંગણીઓ સ્વિકારવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

Previous articleપાલિતાણાના ભારા ટીમ્બા ગામે આર્મીના જવાનનું સ્વાગત
Next articleવિવેકાનંદ મંડળના યુવાનોને સ્પોટ્‌ર્સ કિટનું વિતરણ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા