શિવરાત્રી ના પાવન દિવસે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે બ્રહ્યાકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા રાણપુર ના ધારપીપળા રોડ ઉપર મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથ શિવલીંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ બરફ માંથી શિવલીંગ બનાવવામાં આવ્યુ હતુ સાથે સર્વધર્મના પિતાની ઝાંખી અને આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ જેનો રાણપુર ના લોકો એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.