ર્બમિંઘમ, વિશ્વની છઠ્ઠા નંબરની મહિલા શટલર પીવી સિંધુ બુધવારે અહીં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ છે. તેને મહિલા સિંગલ્સમાં દક્ષિણ કોરિયાની સુંગ જી હ્યૂને ૨૧-૧૬, ૨૦-૨૨, ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. તો પુરૂષ સિંગલ્સમાં વર્લ્ડ નંબર ૨૬ ભારતીય શટલર બી સાઈ પ્રણીતે હમવતન એચએસ પ્રણોયને ૨૧-૧૯, ૨૧-૧૯થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
પુરૂષ સિંગલ્સમાં પ્રણીતે વર્લ્ડ નંબર ૧૯ પ્રણયને હરાવવામાં ૫૨ મિનિટનો સમય લીધો હતો. આંતરરાષ્ટ્રીય કરિયરમાં બંન્ને શટલરનો ચોથી વખત કોર્ટ પર સામનો થયો હતો. આ જીત સાથે પ્રણીતે પ્રણય વિરુદ્ધ જીત-હારનો રેકોર્ડ ૨-૨થી બરોબર કરી લીધો છે. પ્રણીતે આ પહેલા ૨૦૦૯માં સૈયદ મોદી ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રણયને હરાવ્યો હતો.