ટેકનોલોજી યુગમાં પણ હાલમાં પક્ષીઓની સેવામાં ડૂબેલા યુવાનો

764
bvn26122017-2.jpg

આજ આશ્ચર્ય સર્જાવે તેવી વાત નજર સામેં આવી. આજનું યુવાપેઢી ટેકનોલોજીના જમાનામાં આખો દિવસ મોબાઈલ,લેપટોપ,બાઇકો લઈ મોજ શોખ માં જ પોતાનો સમય પસાર ને અહીં પસાર કરતા બગાડે કેવું યોગ્ય લાગશે આ લખનાર ને..ટેકનોલોજી નો સદઉપયોગ કરવા ને બદલે આજનું યુવાધન દૂર ઉપયોગમાં જ લાગેલું છે.સિહોરમાં જ ૧૦થી૧૮ વર્ષના યુવાનું એક ગ્રુપ સારી સેવા પ્રવુતિ માં લાગેલું છે જે જોતા થોડી અચરજ લાગે તો નવાઈ નહિ. 
મોજશોખ ના સમયમાં પોતાનો સમય મૂંગા પક્ષીઓની પાછળ આપતા આ નવયુવાનોનું કાર્ય જોતા ભારતનું આવું ઉજ્જવળ ભાવિ જોતા ગર્વ અનુભવાય છે કે આ યુવાની તરફ ડગ માંડવા જઇ રહ્યા છે ત્યારે પણ આ સમાજસેવા કરી રહ્યા છે. આ યુવાનો પોતાના ઘરે વાપરવા આપતા પૈસા એટલે પોકેટ મની બચાવીને એક સાથે ભેગા કરી પક્ષીઓ માટે રોજ ચણ લઈને અલગ અલગ જગ્યાએ ચણ નાખી સેવામાં સહભાગી બની સમાજના યુવાનો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.આ યુવાનોના કામમાંથી ખરેખર આજના યુવાધને પ્રેરણા લેવી જ રહી જે આખો દિવસ સોશિયલ મીડિયા માં લાગેલા જ હોય છે ને કા પછી મોબાઈલ માં ગેમ રમી પોતાનો અમૂલ્ય સમય બગાડી રહ્યાં છે.અહીં મારે ટેકનોલોજીના ફાયદા ગેરફાયદાની વાતો નહી કરવી એ માટે ફરી બીજો લેખ લખીશું પણ અહિતો આ યુવાનોના પ્રેણાત્મક કામની વાત કરવી છે ને યુવાપેઢીને ટકોર કરવી છે.
મિત્રો અહીં આ યુવાનો જે પક્ષીઓ ની સેવા માટે પોતાના ભેગા કરેલા પૈસા ને પોતાનો સમય યોગ્ય દિશામાં ઉપયોગ કરી રહ્યા છે તો આપણે પણ પોતાનો સમય અન્યની સેવા એ પછી ઘરમાં પણ નાનું મોટું કામ કરી ફાળવી શકીએ છે પણ અત્યારના યુવાવર્ગ પોતાનું કામ પણ જાતે કરી શકતા છે નહીં એના માટે આમના માંથી પ્રેરણા લેવી જોઈએ જેથી પોતાની સાથે દેશનું ભાવિ પણ ઉજ્જવળ કરી શકે.

Previous articleશ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે ઈનામ વિતરણ સમારંભ યોજાયો
Next articleવોરા સમાજ દ્વારા ડાયાબીટીસ જાગૃતિ રેલી