હું કંગના રનૌતને મારો આદર્શ સમજું છુઃ અમાયરા દસ્તૂર

861

છેલ્લી ફિલ્મ રાજમા ચાવલ સદંતર ફ્લોપ નીવડી હોવા છતાં અભિનેત્રી અમાયરા દસ્તૂર પાસે હાલ છ છ ફિલ્મો હોવાની જાણકારી મળી હતી. કંગના રનૌત અને રાજકુમાર રાવ સાથે એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા ફિલ્મ ઉપરાંત અમાયરા રાજકુમાર રાવ સાથે અન્ય ફિલ્મ મેડ ઇન ચાઇના કરી રહી છે. સાથોસાથ સંજય દત્તની પ્રસ્થાનમ્‌ અને કુણાલ કપૂરની સાઇકોલોજિકલ થ્રીલર કોઇ જાને નામાં પણ અમાયરા હીરોઇન છે.અમાયરાએ કહ્યું કે હું એેક સાથે બબ્બે ફિલ્મો મેન્ટલ હૈ ક્યા અને કોઇ જાને નાનું શૂટિંગ કરી રહી હતી એટલે બિલકુલ આરામ મળતો નહોતો. એકથી બીજા સ્થળે દોડાદોડ કરતી રહી હતી…હું એકદમ થાકી ગઇ છું. મને આરામની તાકીદે જરૂર છે.એણે ઉમેર્યું કે સદ્ભાગ્યે સેટ પર વાતાવરણ ખૂબ ખુશનુમા રહેતું હતું એટલે થાકનો ખ્યાલ આવતો નહોતો.

હું કંગનાને મારો આદર્શ સમજું છું. અત્યારે વધુ કામ કરવાની ઉંમર છે તો જેટલું કામ મળે એટલું કરી લેવું જોઇએ એમ હું માનું છું. પ્રસ્થાનમ મારા માટે ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં હું સંજય દત્ત, જેકી શ્રોફ અને મનીષા કોઇરાલા સાથે કામ કરી રહી છું. કારકિર્દીની પ્રગતિથી મને સંતોષ છે.

Previous articleસેક્સી સ્ટાર દિશા પાસે નવી નવી ફિલ્મોની ઓફર આવી
Next articleસેક્સી મલાઇકા દબંગ-૩ ફિલ્મમાં ભૂમિકા નહીં કરે