સુરતના મારૂતિ ધન મંડળ દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી

712

સુરત અંજની સોસાયટી પુણાગામ  વિસ્તારનું મારુતિ સેવા વેલ્ફર ટ્રસ્ટ સંચલિત  મારુતિ ધૂન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રીનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બધી જ ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો અન સાથે-સાથે રાત્રે મહા ધૂન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઘણા બધા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો  અને મારુતિ ધુન મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે  આ મંડળની વિશેષતા એ છે કે વર્ષમાં પાછો  મોટા તહેવારો ઉજવવામાં આવે છે શિવરાત્રી , રામ નવમી , હનુમાન જયંતી , ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી પણ એકવાર મંડપમાં જે થીમ બનાવવામાં આવે છે તે ક્યારેય પણ બીજીવાર બનાવવામાં નથી આવતી દર વર્ષે કંઈક નવું જ ડેકોરેશન કરવામાં આવે છે આવી જ રીતે ઉત્સવો અને સેવા કર્યો કરી આ મંડળ હંમેશને માટે સમાજ માટે કંઇક  પ્રેરણાદાયક થઈને ઊભુ છે કારણકે સમાજનો સાથ અને સહકાર ખુબ જ સારો મળે છે

Previous articleસાબરકાંઠા જિલ્લાના ૨૦ હજારથી વધુ શ્રમિકોને શ્રમયોગી યોજના હેઠળ આવરી લેવાશેઃ જળ સંપત્તિ મંત્રી
Next articleસુરતના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો