ખાવડા બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો

772

કચ્છની ખાવડા બોર્ડર પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે. મ્જીહ્લએ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની શખ્સને ઝડપી લીધો છે. હાલ પાકિસ્તાની શખ્સને ઝડપીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના કારણે મ્જીહ્લ દ્વારા બોર્ડર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ત્યારે આ પેટ્રોલિંગ દરમિયાન જ પાકિસ્તાની શખ્સ ઘુસણખોરી કરતાં  ઝડપાયો છે.જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા બાદ એજન્સીઓ સતર્ક થઈ છે. દેશની બોર્ડરો પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. એલર્ટ વચ્ચે ર્જીંય્એ કચ્છના નખત્રાણાના બે યુવાનો ધરપકડ કરી છે.

આ બન્ને યુવકો પાકિસ્તાનમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ર્જીંય્એ ધરપકડ કરી છે. યુવકોની પ્રાથમિક તપાસમાં ર્જીંય્ને કઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. ત્યારે હવે પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ સત્તાવાર ખુલાસો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભુજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસેથી ચાઈનીઝ ભાષાના લખાણ સાથે કબૂતર ઝડપાયું છે. કબૂતરના બન્ને પગમાં ચાઈનીઝ ભાષામાં રિંગ બાંધેલી હતી. આ અંગે એક દુકાનદારને જાણ થઈ હતી.

જેથી તેને પોલીસને જાણ કરતાં ભુજ બી ડિવિઝન પોલીસ અને પશ્ચિમ કચ્છ ર્જીંય્ પણ દોડતી થઈ ગઈ હતી. ત્યારબાદ કબૂતરને પકડી લેવામાં આવ્યું હતું. જેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કબૂતરનો ચીનમાં બર્ડ રેસિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના પ્રજાતિના કબૂતર ચીનમાં માંડ ૨૦ ટકા જેટલા બચ્યા છે. કબૂતરની ભુજમાં સરકારી વેટરનરી તબીબ પાસે પણ ચકાસણી કરવામાં આવી છે. તેના બંને પગે બાંધેલી રીંગના આંકડા અને ચાઈનીઝ લખાણ લખેલું હતું. જેને લઇને પોલીસ દ્વારા ઈન્ટરનેટ પર તપાસ કરતાં જાણવા મળ્યું છે.  કે આ પ્રજાતિના કબૂતર ચીનમાં માંડ ૨૦ ટકા જેટલાં બચ્યાં છે. આ કબૂતરનો ઉપયોગ બર્ડ રેસીંગમાં થાય છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં પણ હવે એલર્ટ જાહેર કરાયું છે. એટીએસને મળેલા એક ઈમેલ બાદ હવે ગુજરાતને પણ એલર્ટ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત મહાત્મા મંદિર અને રેલવે સુરક્ષમામાં ચુસ્તબંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. એટીએસને મેળેલા ઈનપુટમાં આતંકીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટાર્ગેટ કરી શકે છે.

Previous articleમોરબી પોલીસનો કમાલ : એક જ કલાકમાં ૩.૯૩ લાખની લુંટનો ભેદ ઉકેલ્યો
Next article‘મેટ્રો’ ની ફ્રી રાઇડ માટે સવારથી લોકોએ લાઇનો લગાવી